It’s official: સુપરસ્ટાર નયનતારાએ સગાઈની કરી પુષ્ટિ, જાણો કોણ છે આ અભિનેત્રીનો લાઈફ પાર્ટનર ?

|

Aug 11, 2021 | 9:34 AM

સાઉથ સિનેમાની સુંદર અભિનેત્રી નયનતારા (Nayantara) લાખો દિલો પર રાજ કરે છે. ચાહકો હંમેશા નયનતારાની ઝલક જોવા માટે આતુર હોય છે,ત્યારે તાજેતરમાં નયનતારાએ તેની સગાઈની પુષ્ટિ કરી છે.

It’s official: સુપરસ્ટાર નયનતારાએ સગાઈની કરી પુષ્ટિ, જાણો કોણ છે આ અભિનેત્રીનો લાઈફ પાર્ટનર ?
Nayantara (File Photo)

Follow us on

It’s official:  સાઉથની ખુબસુરત અભિનેત્રી નયનતારાએ એક ટેલિવિઝન શોમાં (Television Show)પોતાના બોયફ્રેન્ડ અને દિગ્દર્શક વિગ્નેશ શિવાન સાથેના તેના સંબંધો પર સત્તાવાર મહોર લગાવી છે.સાથે જ અભિનેત્રીએ તેની અને વિગ્નેશની સગાઈની પણ પુષ્ટિ કરી છે. તાજેતરમાં વિજય ટેલિવિઝનના ટ્વિટર હેન્ડલ (Twitter) દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં નયનતારા જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી સગાઈ વિશે વાત કરતી જોવા મળે છે.

આ પ્રોમોમાં અભિનેત્રી પોતાની સગાઈ પર શોના હોસ્ટ સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં (Video) તે કહેતી જોવા મળી રહી છે કે તેણે જે અંગુઠી પહેરી છે તે સગાઈની છે. આપને જણાવી દઈએ કે નયનતારા વર્ષ 2015 માં તમિલ ફિલ્મ નાનમ રાઉડી પેડીમાં કામ કરતી વખતે વિગ્નેશ શિવન (Vignesh Shivin) સાથે પ્રેમ થયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નયનતારાની થઈ સગાઈ

નયનતારાએ નિર્માતા વિગ્નેશ શિવન સાથે તેની સગાઈની (Engagement) સત્તાવાર પુષ્ટિ કરી છે. જો કે જે વિડિયોમાં તેની સગાઈની વાત કરવામાં આવી રહી છે, તે સ્પષ્ટ નથી કે તેણે વિગ્નેશ સાથે જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે.

જો કે અગાઉ સોશિયલ મીડિયા પર વિગ્નેશની પોસ્ટથી તેના ચાહકોને આશ્ચર્ય થયું હતું કે શું તે નયનતારા સાથે સગાઈ કરે છે. થોડા સમય પહેલા વિગ્નેશની પોસ્ટમાં (Post) એક તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં નયનતારા વીંટી બતાવતી જોવા મળી શકે છે. જોકે આ તસવીરમાં કોઈનો ચહેરો દેખાઈ રહ્યો નથી.

 

બીજી બાજુ, વિગ્નેશની આગામી ફિલ્મ કઠુવાકુલા રેંદુ કાધલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં નયનતારા પણ જોવા મળશે. ઉપરાંત ફિલ્મમાં સામન્થા અક્કીનેની અને વિજય સેતુપતિ પણ મહત્વની ભૂમિકામાં હશે. ઉલ્લેખનીય છે કે, આગામી તમિલ ફિલ્મ ટ્રાઈંગલ રોમેન્ટિક ફિલ્મ (Romantic Film) છે.

નયનતારા એક મશહુર ભારતીય અભિનેત્રી (Actress) છે જે મુખ્યત્વે તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તે દક્ષિણની સૌથી સફળ અને અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે.

 

આ પણ વાંચો: The Kapil Sharma Show: કપિલે શેયર કરી નવા સેટની તસવીરો, બદલાઈ ગઈ અર્ચનાની જગ્યા

આ પણ વાંચો: જાવેદ અખ્તરે કંગનાની અરજીનો કર્યો વિરોધ, બદનક્ષીની અરજી રદ કરવાની માંગને ફગાવી દેવાની કરી અપીલ

Published On - 9:30 am, Wed, 11 August 21

Next Article