જાવેદ અખ્તરે કંગનાની અરજીનો કર્યો વિરોધ, બદનક્ષીની અરજી રદ કરવાની માંગને ફગાવી દેવાની કરી અપીલ

મેજિસ્ટ્રેટના આદેશથી કંગનાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. હવે આ અરજીમાં આગામી સુનાવણી 18 ઓગસ્ટે હાથ ધરાશે

જાવેદ અખ્તરે કંગનાની અરજીનો કર્યો વિરોધ, બદનક્ષીની અરજી રદ કરવાની માંગને ફગાવી દેવાની કરી અપીલ
જાવેદ અખ્તરે કંગનાની અરજી ફગાવી દેવા માટે બોમ્બે હાઈકોર્ટમાં કરી અપીલ

જાણીતા ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે (Javed Akhtar) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સામેની  બદનક્ષીની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દેવાની અપીલ કરી છે. જાવેદ અખ્તરે બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court)  આ અપીલ કરી છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગના દ્વારા કહેવાયેલ વાતો બદલ જાવેદ અખ્તરે અભિનેત્રી વિરુદ્ધ ફોજદારી બદનક્ષીની (Criminal Defamation Case) ફરિયાદ દાખલ કરી છે. જાવેદ અખ્તરે આ ફરિયાદ અંધેરી કોર્ટમાં દાખલ કરી હતી.

જાવેદ અખ્તરના મતે, કંગનાએ ઇન્ટરવ્યૂમાં જે વાતો કહી હતી તેનાથી તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. જાવેદ અખ્તરની ફરિયાદ બાદ અંધેરી કોર્ટના મેજિસ્ટ્રેટે કાર્યવાહી શરૂ કરી.

મેજિસ્ટ્રેટે કાર્યવાહી શરૂ કર્યા બાદ કંગના રનૌતે  મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અભિનેત્રીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી તેના જવાબમાં જાવેદ અખ્તરે હાઇકોર્ટને આ અરજી ફગાવી દેવાની વિનંતી કરી છે.

શું કહે છે કંગના રાણાવત?

કંગના રનૌત મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને તેની સામેની બદનક્ષીની ફરિયાદ રદ કરવાની માંગ કરી છે. કંગનાએ અરજીમાં દાવો કર્યો છે કે મેજિસ્ટ્રેટે સ્વતંત્ર રીતે આ મામલે તપાસ કરી નથી.

કંગનાનું કહેવું છે કે મેજિસ્ટ્રેટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો નથી પરંતુ જુહુ પોલીસના રિપોર્ટ પર વિશ્વાસ કર્યો છે. કંગનાનું કહેવું છે કે મેજિસ્ટ્રેટે સાક્ષીઓના નામની પણ તપાસ કરી ન હતી.

જાવેદ અખ્તરનું શું કહેવું છે?

જાવેદ અખ્તરે હાઈકોર્ટને આ અરજી ફગાવી દેવાની વિનંતી કરી છે. જાવેદ અખ્તરે કંગનાની અરજીના જવાબમાં સોગંદનામું આપ્યું છે. જાવેદ અખ્તરે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કંગનાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદની સુનાવણીમાં વિલંબ કરવાના ઈરાદાથી જ હાઇકોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે.

જાવેદ અખ્તરના વકીલ એન કે ભારદ્વાજે કહ્યું કે કંગનાના આરોપમાં કોઈ તથ્ય નથી કે મેજિસ્ટ્રેટે તેની સત્તાનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. મેજિસ્ટ્રેટ કોર્ટે નિયમોનું પાલન કરીને કંગના સામે કાર્યવાહી કરી છે.

અત્યાર સુધી શું થયું?

ડિસેમ્બરમાં, અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટે જુહુ પોલીસને કંગના રાણાવત વિરુદ્ધ જાવેદ અખ્તરની ફરિયાદ પર સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પોલીસે રજૂ કરેલા રિપોર્ટમાં જાવેદ અખ્તરના આરોપોમાં પ્રાથમિક દ્રષ્ટિએ હકીકતો મળી હતી. પરંતુ વધુ તપાસ જરૂરી હતી. આ પછી, મેજિસ્ટ્રેટે ફોજદારી કાર્યવાહી કરતી વખતે ફેબ્રુઆરી 2021 માં કંગના રાણાવતને સમન મોકલ્યું હતું

જાવેદ અખ્તરના વકીલનું કહેવું છે કે મેજિસ્ટ્રેટે કંગનાએ 19 જુલાઈ 2020 ના રોજ એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો તેના  ફૂટેજ જોયા અને સાંભળ્યા હતા. આ પછી કંગનાના જવાબને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

આ પછી જ મેજિસ્ટ્રેટના આદેશથી કંગનાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.હવે આ અરજીમાં આગામી સુનાવણી 18 ઓગસ્ટે હાથ ધરાશે.

આ પણ વાંચો : Kareena Kapoor બની પ્રોડ્યુસર, હંસલ મહેતાની થ્રિલર ફિલ્મને એકતા કપૂર સાથે મળી કરશે પ્રોડ્યુસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati