AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપરસ્ટાર વિજય દેવરકોંડા ટુંક સમયમાં જ કરશે લગ્ન? રશ્મિકા મંદાના સાથે જોડાયેલું છે નામ

લગ્ન વિશે વાત કરતાં વિજય દેવેરાકોંડાએ કહ્યું હતું કે 'લગ્નનું નામ પડતાં પહેલાં જ હું ચિડાઈ જતો હતો. મને ગુસ્સો આવતો હતો પણ હવે મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે મારે હવે લગ્ન કરી લેવા જોઈએ.

સુપરસ્ટાર વિજય દેવરકોંડા ટુંક સમયમાં જ કરશે લગ્ન? રશ્મિકા મંદાના સાથે જોડાયેલું છે નામ
Vijay Deverakonda (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 7:29 AM
Share

પાન ઈન્ડિયાના સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને સામંથાની ફિલ્મ ‘કુશી’ માત્ર તેલુગુમાં જ નહીં પરંતુ તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન વિજયે પોતાના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો હતો. વાસ્તવમાં, 1 સપ્ટેમ્બરે રિલીઝ થનારી વિજયની ફિલ્મ ‘કુશી’ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં તે અને સામંથા એક પરિણીત કપલ ​​બની ગયા છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ જ્યારે વિજયને તેના લગ્ન વિશે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે હંમેશા લગ્નના સવાલથી દૂર રહેતા વિજય દેવરાકોંડાએ મીડિયા સામે મોટો ખુલાસો કર્યો હતો.

લગ્ન વિશે વાત કરતાં વિજય દેવેરાકોંડાએ કહ્યું હતું કે ‘લગ્નનું નામ પડતાં પહેલાં જ હું ચિડાઈ જતો હતો. મને ગુસ્સો આવતો હતો પણ હવે મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે મારે હવે લગ્ન કરી લેવા જોઈએ. અભિનેતાએ કહ્યું કે હું આગામી 2 વર્ષમાં ચોક્કસ લગ્ન કરીશ, પરંતુ હવે માત્ર લગ્ન કરવાનો વિચાર આવ્યો છે. ટૂંક સમયમાં હું પણ છોકરી શોધવાની શરૂ કરીશ.

આ પણ વાંચો: Himanshi Khurana Photos: હિમાંશી ખુરાનાના સુંદર લુક પર ફિદા થયા ફેન્સ, તસવીરો થઈ વાયરલ

નામ રશ્મિકા મંદાના સાથે જોડાયેલું છે

છેલ્લા ઘણા સમયથી વિજય દેવરાકોંડાનું નામ રશ્મિકા મંદાના સાથે જોડવામાં આવી રહ્યું છે. ચાહકો પણ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. ફિલ્મ ગીતા ગોવિંદમ વિજય અને સામંથાની ડેબ્યુ ફિલ્મ હતી. અત્યાર સુધી બંનેએ સાથે 2 ફિલ્મો કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ ઘણી વખત વિદેશમાં સાથે રજાઓ વિતાવી હતી અને ઘણી વખત એરપોર્ટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.

વિજય અને સામંથાએ બોલિવૂડમાં કરી એન્ટ્રી

સાઉથની સાથે સાથે વિજય અને રશ્મિકા બંનેએ બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી છે. જોકે, સાઉથમાં ધૂમ મચાવનાર આ બંને કલાકારો અત્યાર સુધી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
g clip-path="url(#clip0_868_265)">