સોનૂ સૂદની SAMBHAVAM પહેલ, IAS ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અપાવશે ફ્રી કોચિંગ, જાણો કેવી રીતે કરવી અરજી
બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood), કોરોના વાયરસ (Coronavirus) હોય અથવા લોકડાઉન (Lockdown) જેવા મુશ્કેલ સમયમાં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને લોકો માટે એક વાસ્તવિક જીવનના હીરો બની ગયા છે.

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood), કોરોના વાયરસ (Coronavirus) હોય અથવા લોકડાઉન (Lockdown) જેવા મુશ્કેલ સમયમાં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને લોકો માટે એક વાસ્તવિક જીવનના હીરો બની ગયા છે. તેમની મદદ અને સમાજ સેવાની આ કડીમાં, સોનુએ હવે સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC) ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ (Fress Coaching) શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે.
સોના સૂદે IAS પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા એક નવી પહેલ – SAMBHAVAM શરૂ કરી છે. સોનુએ શુક્રવારે ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી.
પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે, “કરવી છે IAS ની તૈયારી… અમે લઈશું તમારી જવાબદારી .” SAMBHAVAM “ના લોન્ચની ઘોષણા કરતી વખતે ઘણો ઉત્સાહિત છું. આ સુદ ચેરિટી ફાઉન્ડેશન અને દીયા દિલ્હીની એક પહેલ છે.”
Karni hai IAS ki tayyari ✍️ Hum lenge aapki zimmedari 🙏🏻
Thrilled to announce the launch of 'SAMBHAVAM'.A @SoodFoundation & @diyanewdelhi initiative.
Details on https://t.co/YO6UJqRIR5 pic.twitter.com/NvFgpL1Llj
— sonu sood (@SonuSood) June 11, 2021
સોનુ સૂદે ઉમેદવારોને મફત IAS કોચિંગ શિષ્યવૃત્તિ આપવાનું વચન આપ્યું છે. ટ્વિટર પરની તેમની પોસ્ટ મુજબ, શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે.
નોંધણી માટે www.soodcharityfoundation.org વિઝિટ કરવી પડશે.
ગયા વર્ષે કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, સૂદ જરૂરી લોકોને મદદ કરી રહ્યો છે. તેમણે ગયા વર્ષે લોકડાઉનમાં ફસાયેલા હજારો પરપ્રાંતિય મજૂરો અને લોકોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી.
લોકોને કોરોનાથી બચાવવાના હોય કે પછી નોકરીની વ્યવસ્થા કરવાની હોય સોનુ સુદ બનતી મદદ લોકોને કરી રહ્યા છે, સોનુ સુદ સોશિયલ મીડિયા (Social Media) પર પણ ખુબ એક્ટિવ રહે છે.
સોનુ સુદ (Sonu Sood) 16 થી વધુ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપશે. તેમણે કહ્યું કે, હોસ્પિટલ નજીક ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપવાથી ઈમરજન્સી દરમિયાન લોકોને ઓક્સિજનની અછતનો સામનો કરવો ન પડે.
કેટલીક વખતે દર્દીઓને હોસ્પિટલ પહોંચવા માટે લાંબી સફર કરવી પડે છે અને કેટલાક કિસ્સામાં દર્દીઓને પોતાનો જીવ ગુમાવો પડે છે. મને આશા છે કે, આવી પરિસ્થિતિ ક્યારે પણ ઉભી ન થાય, સોનુ સુદ આગામી ફિલ્મ પૃથ્વીરાજમાં અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) સાથે જોવા મળશે.
આ પણ વાંચો :- મીકા સિંહના ‘KRK Kutta’ ગીતનું મીમ જોઈને ગુસ્સે થયા કમલ આર ખાન, સિંગરને આપી આ ચેતવણી
આ પણ વાંચો :- Sushant Singh Rajput નાં મોતનાં એક વર્ષ બાદ વાયરલ થઈ રહી છે તેની યાદો, જાણો સિરિયલથી લઈ ફિલ્મો સુધીની સફર