Viral : સોનુ સૂદે ‘હેપ્પી ન્યૂ યર’ના દિવસોને યાદ કરતી જૂની તસવીર કરી શેર, શાહરૂખ અને બોમન પણ જોવા મળ્યા

|

Nov 29, 2021 | 9:47 AM

સોનુ સૂદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને જુના દિવસોને યાદ કર્યા છે ,જ્યારે તે ફરાહ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'નું શૂટિંગ કરી રહ્યો હતો.

Viral : સોનુ સૂદે  હેપ્પી ન્યૂ યરના દિવસોને યાદ કરતી જૂની તસવીર કરી શેર, શાહરૂખ અને બોમન પણ જોવા મળ્યા
sonu sood shared old picture

Follow us on

Viral : સોનુ સૂદ બોલિવૂડના સૌથી પ્રિય અભિનેતાઓમાંથી એક છે. બોલિવૂડમાં પોતાના કામ માટે જાણીતો બનેલો સોનુ (Sonu Sood) આ દિવસોમાં તેની સામાજિક સેવાને કારણે દેશવાસીઓનો પ્રિય બની રહ્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરો વચ્ચે તેમણે કરેલું કામ પ્રશંસનીય હતું. આ દિવસોમાં સોનુ સૂદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘હેપ્પી ન્યૂ યર’ના શૂટિંગ(Happy new year)  દરમિયાનની એક તસવીર શેર કરી છે. જેમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે.

તસવીર શેર કરીને સોનુ સૂદે જુના દિવસો યાદ કર્યા

સોનુ સૂદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને સોનુ સૂદે જુના દિવસો યાદ કર્યા છે જ્યારે તે ફરાહ ખાન(Farah Khan)  દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ગ્રુપ ફોટો મૂક્યો છે. જેમાં શાહરૂખ ખાન, (Shahrukh Khan) ફરાહ ખાન, બોમન ઈરાની અને વિશાલ ડડલાની જોવા મળે છે. તસવીરમાં દરેક વ્યક્તિ અલગ-અલગ પોઝ આપી રહ્યા છે અને ફરાહ ખાન એક જ ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી

હેપ્પી ન્યુ યર 2014ની એક્શન કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક ચોરીને અંજામ આપવામાં આવે છે. જેમાં શાહરૂખ ખાન લીડ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાને કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સોનુ સૂદ, બોમન ઈરાની, વિવાન શાહ અને જેકી શ્રોફ જેવા કલાકારો દેખાયા હતા. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં વિશાલ અને શેખરની જોડીએ મ્યુઝિક આપ્યું છે.

 

આ પણ વાંચો : યામી ગૌતમનો જન્મદિવસ હતો ખાસ, લગ્ન બાદ પતિ સાથે આ રીતે કર્યુ સેલિબ્રેશન, જુઓ વાયરલ Photos

આ પણ વાંચો : The Big Picture માં ચમકી વડોદરાની મહિલા, રણવીર સિંહે આશિયાનાને આપી આ ભેટ

Next Article