Sonu Nigam Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે સોનુ નિગમ, લકઝુરીયસ વાહનોના છે શોખીન
સોનુ નિગમ આજે જ્યાં પણ છે, તે તેમની પોતાની મહેનતને કારણે છે. સોનુ નિગમને તેમની ગાયકી માટે નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. શું તમે જાણો છો સોનુ નિગમની નેટવર્થ
પોતાના મખમલી અવાજથી ચાહકોને દિવાના કરવા વાળા સોનુ નિગમ (Sonu nigam) ને કોણ નથી ઓળખતું. સોનુએ ન જાણે ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપીને તેને કાયમ માટે અમર કરી દીધા છે. સોનુ એક એવા ગાયક છે જેમણે રોમેન્ટિકથી માંડીને ઉદાસી સુધીના તમામ પ્રકારના ગીતો પ્રશંસકોની સામે રજૂ કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગાયક કરોડોની સંપત્તિના માલિક પણ છે.
સોનુનાં ગીતો હંમેશા ચાહકોમાં પસંદ કરવામાં આવે છે. ગાવાની સાથે સોનુ ઘણા શોમાં જજ તરીકે પણ જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, વર્ષ 2021 માં, સોનુ નિગમની નેટવર્થ 50 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે 370 કરોડ ભારતીય રૂપિયા છે.
સોનુ લાંબા સમયથી હિન્દી સિનેમામાં તેમની ગાયકીનો જાદુ ફેલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની કમાણી પણ કરોડોમાં થઈ ગઈ છે. સિંગર પાસે ઘણાં વાહનો અને ઘરો છે. આવી સ્થિતિમાં, આજે સિંગરના જન્મદિવસ પર, ચાલો તેમની સંપત્તિ સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ.
સોનુ નિગમની કુલ સંપત્તિ
સોનુ નિગમની નેટવર્થ (2021) અંદાજિત 50 મિલિયન ડોલર આંકવામાં આવી છે. એટલું જ નહીં, સિંગરની માસિક કમાણી (એક મહિનામાં) 2 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. સોનુની નેટવર્થમાં દર વર્ષે વધી રહી છે.
સોનુ પાસે કમાણીના જુદા જુદા માધ્યમો છે. ગીતોની રેકોડીગ અને લાઇવ ઇવેન્ટ્સ કરવા સિવાય તે સ્પોન્સરશિપથી પણ સારી કમાણી કરી રહ્યા છે.
સોનુ નિગમની કાર અને બાઇક કલેક્શન
સોનુ નિગમને કાર અને બાઇકનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે સૌથી મોંઘી કાર રેંજ રોવર છે, જેની કિંમત 2.11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય DC Avati, Audi A4, રેન્જ રોવર Vouge, BMW Z4 સોનું પાસે છે.
સોનુનું ઘર
સોનુ નિગમે યુટ્યુબ પર એક બ્લોગ દ્વારા ચાહકોને તેમના ઘરની ઝલક બતાવી દીધી છે. સોનુ નિગમનો બંગલો એકદમ વૈભવી છે. આવી સ્થિતિમાં અહેવાલો મુજબ સોનુ નિગમની પાસે એક 25 કરોડ રૂપિયાની વૈભવી સંપત્તિ છે.
આ પણ વાંચો :- Deepika in action: ‘પઠાન’માં એક્શન સીન્સ માટે દીપિકાએ દર્શાવી પોતાની પ્રતિભા, દરરોજ પાડી રહી છે જીમમાં પરસેવો
આ પણ વાંચો :- Bell Bottom Release Date: મોટા પડદા પર ધમાકા કરવા માટે તૈયાર છે અક્ષય કુમાર, આ દિવસે રિલીઝ થશે ‘બેલ બોટમ’