Bell Bottom Release Date: મોટા પડદા પર ધમાકા કરવા માટે તૈયાર છે અક્ષય કુમાર, આ દિવસે રિલીઝ થશે ‘બેલ બોટમ’

આ ફિલ્મને રણજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ગયા વર્ષે ઘણી હેડલાઈન્સમાં રહી હતી કારણ કે તે પહેલી ફિલ્મ હતી, જેણે રોગચાળા દરમિયાન શૂટિંગ પૂર્ણ કર્યું હતું. જો કે તે સમયે તમામ સાવચેતી રાખવામાં આવી હતી.

Bell Bottom Release Date: મોટા પડદા પર ધમાકા કરવા માટે તૈયાર છે અક્ષય કુમાર, આ દિવસે રિલીઝ થશે 'બેલ બોટમ'
Bell Bottom (Akshay Kumar)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:57 PM

અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ ‘બેલ બોટમ’ (Bell Bottom)ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ચાહકો લાંબા સમયથી ફિલ્મની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે ફિલ્મની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમારનો જાદુ ફરી એકવાર થિયેટરમાં જોવા મળશે. લોકડાઉન પછી અક્ષયની આ પહેલી ફિલ્મ હશે જે થિયેટરોમાં રિલીઝ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અક્ષયે ઘોષણા કરતી વખતે લખ્યું, ‘મિશન: તમને બધાને મોટા પડદા પર મનોરંજન કરાવવું. તારીખ: 19 ઓગસ્ટ 2021, બેલ બોટમની અનાઉન્સમેન્ટ.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ ફિલ્મને રણજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ગયા વર્ષે ઘણી હેડલાઈન્સમાં રહી હતી કારણ કે તે પહેલી ફિલ્મ હતી, જેણે રોગચાળા દરમિયાન શૂટિંગ પૂર્ણ કર્યું હતું. જો કે તે સમયે તમામ સાવચેતી રાખવામાં આવી હતી.

અક્ષયે ડબલ શિફ્ટમાં કર્યું હતું કામ

અક્ષય અને ફિલ્મની ટીમ જ્યારે શૂટિંગ માટે વિદેશ ગઈ હતી, ત્યારે દરેકને પહેલા ક્વોરેન્ટાઈનમાં રહેવાનું હતું, જેના કારણે ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ થયું હતું. નિર્માતાઓને નુકસાનથી બચાવવા માટે અક્ષયે ડબલ શિફ્ટમાં કામ કર્યું અને બાકીને પણ કરાવ્યું. અક્ષય ઈચ્છતા ન હતા કે નિર્માતાઓ મુશ્કેલી ભોગવે, તેથી તેમણે બધાને ડબલ શિફ્ટમાં કામ કરવાનું કહ્યું હતું. અક્ષયે પોતાની કારકિર્દીના 18 વર્ષ પછી ડબલ શિફ્ટ કરી. અક્ષયના આ કામથી દરેક જણ ખૂબ ખુશ હતા અને આ જ કારણસર દરેક લોકો ફિલ્મનું શૂટિંગ વહેલી તકે પૂરી કરીને પાછા આવ્યા હતા.

ફિલ્મમાં અક્ષય ઉપરાંત હુમા કુરૈશી (Huma Qureshi), વાણી કપૂર (Vaani Kapoor), લારા દત્તા (Lara Dutta) મુખ્ય ભૂમિકામાં છે અને તેનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી અને નિખિલ અડવાણી દ્વારા કરવામાં આવ્યું છે. બેલ બોટમ વિશે જણાવી દઈએ કે તે એક વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે અને તમને ફિલ્મની વાર્તામાં 80ના દાયકાની ઝલક જોવા મળશે. તે અનફર્ગેટેબલ હીરો વિશે જણાવશે.

અક્ષયની અન્ય ફિલ્મો

બેલ બોટમ સિવાય અક્ષય ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળશે, જેમાં સૂર્યવંશી, પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે સામેલ છે. છેલ્લે અક્ષય ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અક્ષય સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતી. હોરર કોમેડી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચો :- Antim : ફિલ્મનાં રિલીઝ પહેલા સલમાન ખાને પોતાના સ્ટાફને બતાવી ફિલ્મ, જાણો અભિનેતાએ આવું કેમ કર્યું ?

આ પણ વાંચો :- Radhe Shyam : નવા પોસ્ટરમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર

g clip-path="url(#clip0_868_265)">