સોનાલી બેન્દ્રેએ મલાઈકા અરોરાને કરી રિપ્લેસ !, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3માં જજ તરીકે ગીતા અને ટેરેન્સની સાથે સોનાલી
ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 ટૂંક સમયમાં સોની ટીવી પર શરૂ થવા જઈ રહ્યી છે . આ સીઝનની ખાસ વાત એ છે આ વખતે આ સીઝન 3માં ગીતા માં અને ટેરેન્સ લુઈસ સાથે બોલિવુડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રે સ્પર્ધકોને જજ કરવા જઈ રહ્યા છે.
ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 ટૂંક સમયમાં સોની ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે . આ સીઝનની ખાસ વાત એ છે આ વખતે આ સીઝન 3માં ગીતા માં અને ટેરેન્સ લુઈસ સાથે બોલિવુડની જાની માની અભિનેત્રી સોનાલી બેન્દ્રે આ સોને જજ કરવા જઈ રહ્યા છે. સોનાલી બેન્દ્રે અત્યાર સુધી ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ ,ઈન્ડિયન આઈડલ, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ જેવા અનેક રિયાલીટી સોને જજ કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે IBD સીઝન 3 માં જોવા મળશે. જો કે સોનાલીના આ સોમાં આવવાથી ફેન્સ ઘણા એક્સાઈટેડ છે.
વાત કરીએ આ સોની આ અગાઉની સીઝનમાં આ સોમાં મલાઈકા અરોરા જોવા મળ્યા હતા. જો કે આ વખતે મલાઈકાની જગ્યાએ સોનાલી બેન્દ્રે આ સીઝન જજ કરશે. જજ ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ સાથે સોનાલી બેન્દ્રે આ સીઝનમાં ડબલ ધમાલ કરાવશે.
IBD સીઝન 3 માં જોવા મળશે સોનાલી બેન્દ્રે
આ સિઝનને લઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. ખાસ વાત એ છે કે આ સીઝનને વધુ એન્ટરટેઈનિંગ બનાવવા માટે ટેરેન્સના શબ્દકોશમાં નવા શબ્દો ઉમેરવામાં આવશે. જો કે આ સોમાં સોનાલી બેન્દ્રે , ટેરેન્સ અને ગીતામાં એક બીજાની જુગલ બંધી કરતા પણ જોવા મળી શકે છે. બોલિવુડ એક્ટ્રેસ આ અગાઉ ઘણા સોને જજ કરી ચુક્યા છે. પણ લાસ્ટ સીઝન અને તેની અગાઉની સીઝનમાં જજ તરીકે પહેલા નોરા ફતેહી , જે બાદ મલાઈકા અરોરા સોને જજ કરતા જોવા મળ્યા હતા. પણ આ વખતે સોનાલી બેન્દ્રેના આવતા આ સીઝન ખુબ જ ખાસ બની જશે.શોના ખાસ વાત એ પણ છે કે આ વખથે દિગ્ગજ કલાકારો દરેક સ્પર્ધકને અલગ-અલગ રીતે જજ કરશે
સોનાલીએ બ્રેસ્ટ કેન્સરની લડાઈ જીતી
સોનાલી બેન્દ્રે રુપારી પડદે અનેક હીટ ફિલ્મો આપી છે તેમની સાદગી અને સુંદરતા ના લોકો આજે પણ ફેન છે. ત્યારે સોનાલી જીવની મોટી લડાઈ જીતીને આવ્યા છે ત્યારે આ સોથી ફરી વખત સોનાલી બેન્દ્રેનું રિયાલિટી સોમાં ફરી વાપસી છે.
સોના ઓડિસન ટૂંક જ સમયમાં શરુ
સોની ટીવીનો પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 ટૂંક સમયમાં ટીવીના નાના પડદા પર દસ્તક આપવા જઈ રહ્યો છે. ફેન્સ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કારણ કે શોના ઓડિશન શરૂ થઈ ગયા છે. આ ઓડિશન સીઝન 2 દરમિયાન ગ્રાઉન્ડ પર થયા હતા. એટલે કે દરેક સ્પર્ધકે ઓડિશનના સ્થળે આવીને પરફોર્મન્સ આપવાનું હતું. પરંતુ સીઝન 3 ના પ્રારંભિક ઓડિશન ઓનલાઈન કરવામાં આવ્યા છે.