AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પિતાની તબિયત બગડતા, ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો

ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના રવિવારે 23 નવેમ્બરના રોજ સિંગર પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવાની હતી. પરંતુ આ પહેલા લગ્નના માહૌલ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ લગ્નના થોડા કલાકો પહેલા સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડતા માહૌલ બગડયો છે.

Breaking News :  પિતાની તબિયત બગડતા, ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો
| Updated on: Nov 23, 2025 | 4:34 PM
Share

ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના રવિવારે 23 નવેમ્બરના રોજ સિંગર પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવાની હતી. પરંતુ આ પહેલા લગ્નના માહૌલ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે.લગ્ન માટે શુભ મુહૂર્ત 23 નવેમ્બર રવિવારના રોજ સાંજે 4.30 વાગ્યાની આસપાસ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં, ઘરે પિતાની તબિયત બગડી ગઈ, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.પિતાની બગડતી તબિયતને કારણે, સ્મૃતિએ હાલ પૂરતા લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

એક દુ:ખદ ઘટના બની

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુચ્છલના લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા છે. સ્મૃતિ અને પલાશ રવિવાર, 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્ન કરવાના હતા. જોકે, લગ્ન થાય તે પહેલાં જ એક દુ:ખદ ઘટના બની જ્યારે સ્મૃતિના પિતા અચાનક બીમાર પડી ગયા. અહેવાલો અનુસાર, અચાનક બનેલી ઘટના પછી એમ્બ્યુલન્સ આવી અને સ્મૃતિના પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પિતાની તબિયત લથડતી હોવાથી, સ્મૃતિએ હાલ પૂરતા લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

પિતા હોસ્પિટલમાં દાખલ

મીડિયા સાથે વાત કરતાં, સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ સમગ્ર ઘટના વર્ણવી. તેમણે કહ્યું, “આજે સવારે નાસ્તો કરતી વખતે તેના પિતાની તબિયત બગડી ગઈ હતી. તેમને લાગ્યું કે તે સ્વસ્થ થઈ જશે, તેથી અમે થોડી રાહ જોઈ. પરંતુ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે. તેથી, તેમણે તેના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે.”

મળતી માહિતી મુજબ, સવારે નાસ્તા દરમિયાન મંધાનાના પિતાની તબિયત બગડી હતી પરંતુ જ્યારે તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારે તેમને તાત્કાલિક સાંગલીની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરો તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે.

આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">