AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani Birthday: મિસ ઈન્ડિયા કન્ટેસ્ટંટ સ્મૃતિ, મીકા સિંહના આ ગીતમાં મળ્યા હતા જોવા

Smriti Irani Birthday: રાજકારણમાં મોટી સિદ્ધિઓ મેળવી ચૂકેલા સ્મૃતિ ઈરાની એક સમયે ખુબ પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચૂક્યાં છે. "તુલસી"નો આજે જન્મદિન છે.

Smriti Irani Birthday: મિસ ઈન્ડિયા કન્ટેસ્ટંટ સ્મૃતિ, મીકા સિંહના આ ગીતમાં મળ્યા હતા જોવા
Happy Birthday smriti irani
| Updated on: Mar 23, 2021 | 1:07 PM
Share

Smriti Irani Birthday: અભિનેતાથી નેતા બની ગયેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના જીવનનો આજે એક ખાસ દિવસ છે. આજે 23 માર્ચે સ્મૃતિ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઝગમગાટની દુનિયામાં અને રાજકારણના ક્ષેત્રમાં સ્મૃતિએ બંનેમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે, ચાલો સ્મૃતિના થ્રોબેક વીડિયો જોઈએ જેમાં તેમને ઓળખવા મુશ્કેલ છે.

સ્મૃતિ ઈરાનીએ 21 વર્ષની ઉંમરે femina miss india beauty pageant (1998) માં ભાગ લીધો હતો. આ થ્રોબેક વિડિઓમાં લાંબુ કદ ધરાવતા સ્મૃતિ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ચાલતા જોવા મળે છે. વીડિયોમાં સ્મૃતિ જણાવી રહ્યા છે કે તેઓએ અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી છે અને તે રમત-ગમતના શોખીન છે. આ સાથે તેમણે રાજકારણમાં તેમની રુચિનો પણ ઉલ્લેખ કર્યો હતો. વર્ષો પહેલા કારકિર્દીના પ્રારંભિક તબક્કેથી સ્મૃતિએ રાજકારણ પ્રત્યેનું તેમનું વલણ જાહેર કર્યું હતું. આજે અભિનયની જેમ જ સ્મૃતિએ રાજકારણની દુનિયામાં પણ પોતાનું પ્રભુત્વ સાબિત કરી દીધું છે. તેઓ ભાષણ આપવાની આગવી છટા ધરાવે છે. સંસદ ગૃહમાં પણ તેઓના ભાષણ સામે ભલભલાની બોલતી બંધ થઇ જાય છે. અભિનયની કારકિર્દીની શરૂઆતના સ્મૃતિના ફોટોઝ જોશો તો તમને ઓળખવામાં પણ તકલીફ થઇ જશે. સ્મૃતિને તુલસીના પાત્રએ ખુબ જ પ્રસિદ્ધિ અપાવી. અને હવે તેઓ રાજકારણમાં પણ એ જ રીતે આગળ વધતા જોવા મળે છે.

આ ગીતમાં મીકા સિંહ સાથે જોવા મળ્યા હતા સ્મૃતિ

બ્યુટી પેજેંટમાં ભાગ લીધા પછી સ્મૃતિએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. સિરિયલોમાં આવ્યા પહેલા તેઓએ ગાયક મીકા સિંહ સાથે એક મ્યુઝિક વીડિયો ‘બોલિયાં’માં (Boliyan Mika singh) અભિનય કર્યો હતો. આ વીડિયોમાં તેઓ ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આજે સ્મૃતિને જુઓ અને તેમની જૂની તસ્વીરો કે વીડિયો જુઓ તો તેમાં ઘણા તફાવત જોવા મળ્યા છે. જૂના ફોટામાં સ્મૃતિ ઈરાનીને ઓળખવા પણ મુશ્કેલ છે. આ વિડીયો તમે યૂટુબમાં જોઈ શકો છો.

Happy Birthday smriti irani

ગીતમાં મીકા સિંહ સાથે જોવા મળ્યા હતા સ્મૃતિ

તુલસીના પાત્રની થઇ વાહવાહી

જાણીતું છે કે સ્મૃતિ ઈરાનીએ સીરીયલ ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ માં તુલસી વિરાનીની ભૂમિકા સાથે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. વર્ષોથી તેમને તુલસી તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ માટે 5 ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સ, 4 ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ અને 8 સ્ટાર પરિવાર એવોર્ડ મળ્યા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">