Bigg Boss OTT: કન્ફર્મ થયું પહેલું નામ, આ ફેમસ સિંગર શોમાં રેલાવશે સુર કે પાડશે દહાડ?

બિગ બોસ OTT 8 ઓગસ્ટથી રજૂ કરવામાં આવશે. કરણ જોહર બિગ બોસ ઓટીટી હોસ્ટ કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં હવે શોના પ્રથમ સ્પર્ધકનું નામ સામે આવ્યું છે.

Bigg Boss OTT: કન્ફર્મ થયું પહેલું નામ, આ ફેમસ સિંગર શોમાં રેલાવશે સુર કે પાડશે દહાડ?
Singer Neha Bhasin will be seen in the house of Bigg Boss
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 9:20 AM

નાના પડદાના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસને (Bigg boos) ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શોની દરેક સીઝનને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આવી સ્થિતિમાં, હવે ફરી એકવાર શો તેની નવી સિઝન સાથે તૈયાર છે. ખાસ વાત એ છે કે ટીવી પર આવતા પહેલા બિગ બોસ 15 OTT પ્લેટફોર્મ Voot Select પર જોવા મળશે. હવે શોના પ્રથમ સ્પર્ધકનું નામ પણ નક્કી થઈ ગયું છે.

તાજેતરમાં જ બિગ બોસ 15 (bigg boss 15) ને લઈને કેટલીક તસ્વીરો સામે આવી છે, જેનાથી કન્ફોર્મ થયું છે કે આ શોને OTT પર કરણ જોહર હોસ્ટ કરશે. આવામાં બિગ બોસ દ્વારા શોના પ્રથમ સ્પર્ધકની જાહેરાત કરવામાં આવી હતી. અને નામ પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બિગ બોસ 15 માં કોણ એન્ટ્રી મારશે?

Voot Select પરના એક વિડીયોમાં સ્પર્ધકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિગ બોસ ઓટીટીની આ સીઝનના પ્રથમ સ્પર્ધક અન્ય કોઈ નહીં પરંતુ ગાયિકા નેહા ભસીન (Neha Bhasin) છે. નેહા ખૂબ જ પ્રખ્યાત ગાયિકા છે. નેહાનો એક પરિચય વિડીયો પણ વૂટ સિલેક્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં તે બાજરે દા સિટ્ટા ગીત ગાતા ઘરમાં આવે છે.

View this post on Instagram

A post shared by Voot (@voot)

તમને જણાવી દઈએ કે વિડીયોમાં સિંગર કહેતી જોવા મળે છે કે બિગ બોસના ઘરમાં મારો અવાજ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. આ અવાજ ગીતો પણ ગાય છે અને પડઘો ગુંજે પણ છે, પણ તેને કોઈ દબાવી શકતું નથી. હું બિગ બોસ ઓટીટી પર આવી રહી છું. હવે તમે મને 24 × 7 જોઈ શકો છો એટલું જ નહીં, વૂટે સોશિયલ મીડિયા પર નેહાની આંખોની તસવીર શેર કરીને માત્ર એક કલુ છોડ્યો છે. આ સાથે, ચાહકોને ઓળખવા માટે કહેવામાં આવ્યું છે.

View this post on Instagram

A post shared by Voot (@voot)

હવે જ્યારે નેહા ઘરે જઇ રહી છે, તો જાહેર છે કે ઘરમાં ઘણો હંગામો થવાનો છે. નેહા બોલ્ડ અને વેબેક સ્ટાઇલ માટે પણ જાણીતી છે. બીજી બાજુ, બિગ બોસ ઓટીટીનો ટ્વિસ્ટ એ છે કે તેને સલમાન ખાન હોસ્ટ કરશે નહીં. ચાહકો સલમાન ખાનને માત્ર ટીવી પર હોસ્ટ કરતા જોઈ શકશે.

ટીવી પર શોના ટેલિકાસ્ટના 6 અઠવાડિયા પહેલા આ શો વૂટ પર આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટીવી પર બિગ બોસ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ શકશે. ઓટીટી પર, ચાહકો 24 કલાક માટે સ્પર્ધકોને જોઈ શકશે. તે સ્પષ્ટ છે કે આ વખતે શો એક નવી રીતે ચાહકોનું મનોરંજન કરવા જઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે અન્ય કયા સ્પર્ધકો ઘરમાં પ્રવેશ કરે છે.

આ પણ વાંચો: Birthday Special: સલમાન ખાનના કહેવા પર કિયારાએ બદલ્યું પોતાનું નામ, જાણો સાચું નામ અને કારણ

આ પણ વાંચો: Sonu Nigam Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે સોનુ નિગમ, લકઝુરીયસ વાહનોના છે શોખીન

g clip-path="url(#clip0_868_265)">