સિંગર જુબિન નૌતીયાલે કરી અભિનેત્રી નિકિતા દત્તા સાથે ગુપચુપ રીતે સગાઇ, વાયરલ તસવીરો આવી સામે

બૉલીવુડ પોપ્યુલર સિંગર જુબિન નૌતીયાલ અને ટેલીવુડની જાણીતી અભિનેત્રી નિકિતા દત્તા આજકાલ તેમની સિક્રેટ રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમના ફેન્સ હવે તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો કે, આ કપલે હજુ સુધી તેમના સંબંધ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સિંગર જુબિન નૌતીયાલે કરી અભિનેત્રી નિકિતા દત્તા સાથે ગુપચુપ રીતે સગાઇ, વાયરલ તસવીરો આવી સામે
Jubin & Nikita Dutta (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 10:19 PM

અભિનેત્રી નિકિતા દત્તા (Nikita Dutta) અને બોલીવુડના લોકપ્રિય ગાયક જુબિન નૌતીયાલ (Jubin Nautiyal) છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હોવાની ખબરો સામે આવી રહી છે. આજે સાંજે (24/03/2022) જુબિન અને નિકિતાએ ગુપચુપ રીતે સગાઇ કરી લીધી હોવાની ખબરો સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે જુબિનના ઉત્તરાખંડ સ્થિત ઘરે નિકિતા તેમના પરિવારજનોને મળી હતી. ત્યારબાદ તેમણે સગાઇ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

બોલીવુડમાં પોતાના સુરીલા અવાજથી અનોખી ઓળખ બનાવનારા ગાયક જુબિન નૌતીયાલ અને ટેલીવુડની જાણીતી અભિનેત્રી નિકિતા દત્તા વચ્ચે સિરિયસ રિલેશનશિપ હોવાની ખબરો ઘણા સમયથી ચાલી રહી છે. આજે સોશિયલ મીડિયા પર જુબિન ગર્લફ્રેન્ડ નિકીતાને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ તસવીરો નિહાળ્યા બાદ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
Jubin & Nikita Viral Image

Jubin & Nikita Viral Image

જુબિન આ તસવીરોમાં ડાર્ક બ્લ્યુ કલરની શેરવાની પહેરેલો જોઈ શકાય છે. જયારે અભિનેત્રી નિકિતા દત્તાએ ડાર્ક પિન્ક કલરનો નેટ લહેંગો કેરી કર્યો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, જુબિન એક ઘૂંટણ પર બેસીને ગર્લફ્રેન્ડ નિકીતાને રિંગ પહેરાવી રહ્યો છે. તેમના ફેન્સ માની રહ્યા છે કે, આ સ્ટાર કપલે સગાઇ કરી લીધી છે.

વાસ્તવમાં, તેઓ બંને એક મ્યુઝીક વીડિયોમાં સાથે કામ કરી રહ્યા છે. આ માટે તેઓએ તાજેતરમાં શૂટિંગ શરુ કર્યું હતું. અમુક ફેન્સનું કહેવું છે કે, આ તસવીરો તેમના મ્યુઝીક વિડીયોનો એક સીન છે. જુબિન અને નિકિતા આગામી સમયમાં ‘મસ્ત નઝરો’ મ્યુઝીક વિડીયોમાં જોવા મળશે. આ મ્યુઝીક વિડીયો આગામી તા. 31/03/2022ના રોજ રિલીઝ કરવામાં આવશે.

અમે તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નિકિતા દત્તા ઉત્તરાખંડ સ્થિત જુબિનના ઘર ખાતે તેમના પરિવારજનોને મળવા ગઈ હતી. ત્યારબાદ તેમની વચ્ચે લગ્નના ડેસ્ટિનેશનને લઈને પણ ચર્ચા થઇ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં તેઓ એકસાથે મુંબઈના જુહુના એક કેફેમાં પણ સ્પોટ થયા હતા. તેમની રિલેશનશિપને લઈને જુબિને જણાવ્યું હતું કે, ”અમે લોકોની ગોસિપનો ભાગ બનવા નથી માંગતા. અમે અમારી રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માંગીએ છીએ.”

અત્રે ઉલ્લેખનીય છે કે, જુબિન નૌતીયાલ ‘મોહ મોહ કે ધાગે’ ગીતથી અને અભિનેત્રી નિકિતા દત્તા શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંહ’ ફિલ્મમાં તેના અભિનયને કારણે દેશભરમાં લોકપ્રિય થઇ હતી.

આ પણ વાંચો-  ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે કરી રૂ. 200 કરોડની જંગી કમાણી, બોક્સ ઓફિસ પર સ્થાપિત કર્યા અનેક નવા રેકોર્ડ્સ

g clip-path="url(#clip0_868_265)">