AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shershaah Twitter Reaction : ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગના થયા દિવાના, કહ્યું ” યે દિલ માંગે મોર”

સિદ્ધાર્થ મલ્હોત્રા(Sidharth Malhotra)અને કિયારા અડવાણીની (Kiara Advani) ફિલ્મ શેરશાહ રિલીઝ થઈ ગઈ છે.ત્યારે ચાહકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. તેઓ સોશિયલ મીડિયા પર ફિલ્મની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Shershaah Twitter Reaction : ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગના થયા દિવાના, કહ્યું  યે દિલ માંગે મોર
Sidharth Malhotra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 3:43 PM
Share

Shershaah Twitter Reaction : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે હવે આ ઈંતજાર પુરો થયો છે અને આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ (Amazon Prime) પર રિલીઝ થઈ છે. શેરશાહ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં જોવા મળ્યા છે. આ ફિલ્મને હાલ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.ઉપરાંત સોશિયલ મીડિયા (Social Media) પર પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની (Sidharth Malhotra)એક્ટિંગ ચાહકોને ખૂબ પસંદ આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થની ઘણી પ્રશંસા થઈ રહી છે. શેરશાહ ફિલ્મ રિલીઝ (Release) થયા બાદથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

ચાહકોએ ફિલ્મની કરી પ્રંશસા

શેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ (Acting) ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. ત્યારે ફિલ્મનું રિએક્શન આપતા એક યુઝરે લખ્યું , ” શેર શાહ ફિલ્મ જોયા બાદ હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું,વધુમાં લખ્યું કે, આ ફિલ્મ ખૂબ જ અલગ છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા તમારા પર ગર્વ છે.”

જ્યારે, અન્ય યુઝરે લખ્યું કે, શેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાના (Vikram Batra)રોલને ન્યાય આપ્યો છે.અને પાંચ વર્ષની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રાને રિયલ હિરો (Real Hero) ગણાવ્યો હતો.

એક યુઝરે લખ્યું, આ ફિલ્મ જોતી વખતે મેં મારી આંખો પણ ઝબકાવી નથી,શાનદાર સિનેમેટોગ્રાફી. જ્યારે બીજા એક યુઝર્સ લખ્યું કે, આ ફિલ્મમાં સિદ્ધાર્થ ખુબ શાનદાર લાગી રહ્યો છે.

બોલિવૂડ સેલેબ્સને પણ ફિલ્મ પસંદ આવી

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહનું સ્પેશિયલ સ્ક્રીનિંગ (Special screening) રાખવામાં આવ્યું હતું. જેમાં કેટરીના કૈફ, વિકી કૌશલ સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ ફિલ્મની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો: Mouni Roy ના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા ચાહકોના હોંશ, જુઓ Photos

આ પણ વાંચો: Birthday Special :અજય દેવગણની કો-સ્ટાર સાયશા સહગલે 17 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યા હતા લગ્ન, આ રીતે ચાહકો દ્વારા થઈ ટ્રોલ

g clip-path="url(#clip0_868_265)">