Shyam Benegal Death: જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે નિધન

|

Dec 23, 2024 | 8:42 PM

શ્યામ બેનેગલે 18 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, એક ફિલ્મફેર પુરસ્કાર અને નંદી પુરસ્કાર સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યાં હતા. 2005 માં, શ્યામ બેનેગલને સિનેમા ક્ષેત્રનો ભારતના સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Shyam Benegal Death: જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે નિધન
Shyam Benegal

Follow us on

Shyam Benegal passes away : જાણીતા ફિલ્મ ડિરેક્ટર-નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્યામ બેનેગલ જાણીતા ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા હતા. શ્યામ બેનેગલે 9 દિવસ પહેલા જ પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. 14મી ડિસેમ્બરે તેમનો જન્મદિવસ હતો. જો કે હવે અચાનક આવેલા તેમના નિધનના સમાચારે, શ્યામ બેનેગલના ચાહકોનું દિલ તોડી નાખ્યું છે.

શ્યામ બેનેગલનો જન્મ 1934માં સિકંદરાબાદમાં થયો હતો. તેણે કોપીરાઈટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી પોતાની મહેનત અને કામથી તેણે હિન્દી સિનેમામાં મોટું સ્થાન હાંસલ કર્યું. હિન્દી સિનેમામાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી.

શ્યામ બેનેગલની પહેલી ફિલ્મ

શ્યામ બેનેગલે વર્ષ 1974માં પોતાની ફિલ્મ દિગ્દર્શન કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘અંકુર’ નામની ફિલ્મ રિલીઝ થઈ, જે તેમના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ હતી. 1986માં તેણે ટીવીની દુનિયામાં પણ એન્ટ્રી કરી હતી. તેમણે ‘યાત્રા’ નામની પોતાની સિરિયલનું દિગ્દર્શન કર્યું હતું.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

ફિલ્મોની સાથે તેમણે 900 થી વધુ ડોક્યુમેન્ટ્રી અને એડ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમને વર્ષ 976માં પદ્મશ્રી અને વર્ષ 1991માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 2005માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘યાત્રા’ શો દ્વારા ટીવીની દુનિયામાં પ્રવેશ્યા બાદ તેણે ઘણી વધુ સિરિયલો બનાવી, જે ઘણી ફેમસ થઈ.

શ્યામ બેનેગલે 18 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, એક ફિલ્મફેર પુરસ્કાર અને નંદી પુરસ્કાર સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યાં હતા. 2005 માં, શ્યામ બેનેગલને સિનેમા ક્ષેત્રનો ભારતના સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1976 માં, તેમને ભારત સરકાર દ્વારા દેશના ચોથા-સૌથી ઉચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, અને 1991 માં, તેમને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.

Published On - 8:13 pm, Mon, 23 December 24

Next Article