AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો

મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે શર્લિન ચોપરાને (Sherlyn Chopra) પૂછપરછ માટે બોલાવી હતી. જેના કારણે અભિનેત્રીને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ પૂછપરછ 8 કલાક સુધી ચાલી હતી.

Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો
Sherlyn Chopra was questioned by the police for 8 hours in the Raj Kundra case
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:18 AM
Share

પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra) હાલમાં જેલમાં છે, જ્યાં પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ અશ્લીલ ફિલ્મોના આ રેકેટને પકડવામાં સતત લાગેલી છે. પોલીસે મુંબઈની અભિનેત્રી શર્લિન ચોપરાની (Sherlyn Chopra) પૂછપરછ કરી છે. શર્લિન સાથે આ સમગ્ર પૂછપરછ 12 વાગ્યે શરૂ થઈ હતી જે સાંજે 8 વાગ્યા સુધી ચાલી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસે પ્રોપર્ટી સેલ વિભાગ દ્વારા 160 CrPC હેઠળ શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું હતું. જેના કારણે અભિનેત્રીને શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું.

પૂછવામાં આવ્યા ઘણા પ્રશ્નો

ખાનગી સમાચારના અહેવાલ અનુસાર, અભિનેત્રીએ કહ્યું કે “આજે હું મુંબઈ પોલીસને મળવા આવી હતી જ્યાં તેઓએ મને રાજ કુંદ્રા કેસ અને આર્મ્સપ્રાઈમ મીડિયા સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછ્યા,” અભિનેત્રીએ કહ્યું કે પોલીસે તેને પૂછ્યું કે રાજ કુંદ્રા સાથે તેનો સંબંધ કેવો હતો? સાથે પૂછવામાં આવ્યું કે તે રાજની અન્ય કંપનીઓ વિશે શું જાણે છે.

શર્લિને રાખી સાવંત વિશે નિવેદન આપ્યું

શર્લિનએ કહ્યું કે તેણે પોલીસને ઘણી માહિતી પણ આપી છે, કારણ કે તે આ રેકેટમાં ફસાયેલી છોકરીઓને મદદ કરવા માંગે છે. તેણે પોલીસને કહ્યું કે તે જેટલા ઇચ્છે તેટલા પ્રશ્નો પૂછી શકે છે. આ દરમિયાન અભિનેત્રીએ રાખી સાવંત વિશે પણ વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, તપાસ વિના રાખીએ કોઈના વિશે કશું ન કહેવું જોઈએ.

રાજ કુંદ્રા કેસ

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો (Shilpa Shetty) પતિ છે. મુંબઈ પોલીસે 19 જુલાઈની સાંજે તેના ઘરેથી તેની ધરપકડ કરી હતી. ત્યારથી તે હજુ પણ જેલમાં છે. પોલીસે શિલ્પાનીપણ પૂછપરછ કરી છે, પરંતુ આજ સુધી આ કેસમાં શિલ્પાને લગતી કોઈ કડી પોલીસને મળી નથી. જેના કારણે શિલ્પા શેટ્ટી અત્યાર સુધી આ મામલે સંપૂર્ણપણે બહાર છે. શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે ઘણી વખત જામીનની અપીલ કરી છે, પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. જે બાદ આ અરજી પર સુનાવણી 10 ઓગસ્ટના રોજ થવાની છે. આ મામલે શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ પણ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તેને લાગે છે કે લોકો તેના પરિવાર વિશે ઘણી વાતો કરી રહ્યા છે જે એકદમ ખોટી છે. જેના કારણે તેમને આ સમયે પ્રાઇવસીની જરૂર છે.

આ પણ વાંચો: હની સિંહે પત્નીના ગંભીર આરોપો પર આખરે તોડ્યું મૌન, લાંબી પોસ્ટ શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો: અભિનેત્રી રાની મુખર્જી નવી ફિલ્મના શુટિંગ માટે વિદેશ જવાના રવાના, જુઓ તસ્વીર

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
જસદણ તાલુકા શાળામાં ધોરણ 1 અને 2માં હજુ નથી મળ્યા પુસ્તકો !
જસદણ તાલુકા શાળામાં ધોરણ 1 અને 2માં હજુ નથી મળ્યા પુસ્તકો !
g clip-path="url(#clip0_868_265)">