હની સિંહે પત્નીના ગંભીર આરોપો પર આખરે તોડ્યું મૌન, લાંબી પોસ્ટ શેર કરીને કહી આ વાત

હની સિંહની પત્નીએ તેના પર વિવિધ આરોપો લગાવ્યા છે, શાલિનીનો આરોપ છે કે હનીના પણ ઘણા અફેર હતા, જ્યાં તેણે ‘બ્રાઉન રંગ સોંગ’ના શૂટિંગ દરમિયાન પણ પોતાની ટીમની એક છોકરી સાથે યૌન સંબંધ બાંધ્ય હતા.

હની સિંહે પત્નીના ગંભીર આરોપો પર આખરે તોડ્યું મૌન, લાંબી પોસ્ટ શેર કરીને કહી આ વાત
Bollywood rapper Yo Yo Honey Singh breaks silence on wife Shalini Talwar allegations, know what he said

બોલીવુડના પ્રખ્યાત Rapper અને ગાયક યો યો હની સિંહની (Yo Yo Honey Singh) પત્ની શાલિની તલવારે (Shalini Talwar) તેની સામે ઘરેલુ હિંસાનો (Domestic Violence) કેસ દાખલ કર્યો છે. જેના પર હની સિંહે હવે સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન શેર કર્યું છે. હની સિંહે પોતાના નિવેદનમાં લખ્યું છે કે તેની પત્ની શાલિની તલવાર દ્વારા તેના અને તેના પરિવાર પર લગાવવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે. આ આખી ઘટના જોઇને તે ખૂબ જ દુ:ખી છે. તેનું માનવું છે કે આ તમામ આરોપો ગંભીર રીતે નિંદનીય છે.

આ પ્રેસ નોટમાં, હનીએ લખ્યું કે “મેં આજ પહેલા ક્યારેય કોઈ પ્રેસ નોટ જારી કરી નથી કારણ કે તે સમયે બધી વાતો માત્ર મારા વિશે જ થતી હતી, ઘણી વખત મારા વિશે ખોટું મીડિયા કવરેજ થયું હતું, મારા ગીતો વિશે વાત થતી હતી. મારી તંદુરસ્તી વિશે ઘણું કહેવામાં આવ્યું, પણ મેં કશું કહ્યું નહીં, પરંતુ આ વખતે આ મારા પરિવાર વિશે, મારી બહેન વિશે વાત થઇ રહી છે. જેમણે મારા ખરાબ સમયમાં મારો સાથ આપ્યો છે. આ તમામ આક્ષેપો જે અમારી સામે લગાવવામાં આવ્યા છે, આ તમામ આક્ષેપો માત્ર અમને બદનામ કરવા માટે કરવામાં આવ્યા છે.

હની સિંહે આ પ્રેસનોટમાં આગળ લખ્યું છે કે “હું છેલ્લા 15 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, મેં દેશભરના તમામ કલાકારો અને સંગીતકારો સાથે નજીકથી કામ કર્યું છે. મારી પત્ની સાથેના મારા સંબંધોથી દરેક વ્યક્તિ વાકેફ છે. એટલું જ નહીં, મારી પત્ની પણ છેલ્લા એક દાયકાથી મારા ક્રૂનો ભાગ છે. આ સાથે, તે દરેક ઇવેન્ટ્સ, શૂટિંગ અને મીટિંગ્સમાં મારી સાથે જ રહેતી હતી.

હની સિંહ આગળ લખે છે કે, “હું આ તમામ આરોપોને ખોટા માનું છું, હું હવે તેના વિશે વધારે વાત નહીં કરું કારણ કે આ મામલો હવે કોર્ટમાં છે. મને આ દેશના ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. જ્યાં હું સત્ય બહાર આવે તેની સંપૂર્ણ રાહ જોઉં છું. આવા સમયે, હું ઇચ્છું છું કે મારા બધા ફેન્સ મારા વિશે કોઈ ખોટું તારણ ન કાઢે. મને ખાતરી છે કે ન્યાય મળશે અને સત્યનો વિજય થશે. હંમેશની જેમ, હું મારા ચાહકો અને શુભેચ્છકોના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જેમણે મને વધુ મહેનત કરવા અને સારું સંગીત બનાવવા માટે પ્રેરિત કર્યા. ”

 

View this post on Instagram

 

A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh)

શાલિની અને હનીનો બાળપણનો પ્રેમ હોવાનું કહેવાય છે, પરંતુ તેની પત્ની માને છે કે હની નથી ઇચ્છતો કે તેની કારકિર્દીમાં તેની પત્નીને કારણે ખલેલ પહોંચે. તે જ સમયે, કેટલાક મીડિયા અહેવાલો પણ કહી રહ્યા છે કે હની સિંહ બાળક ન હોવાને કારણે ડિપ્રેશનમાં હતો. તમને જણાવી દઈએ કે, આ કેસમાં શાલિનીએ હની પાસેથી 10 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે. જ્યાં હની સિંહે તેની સામે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે, આ સમગ્ર મામલે 28 ઓગસ્ટ પહેલા કોર્ટમાં પોતાનો જવાબ આપવો પડશે.

 

આ પણ વાંચો: અભિનેત્રી રાની મુખર્જી નવી ફિલ્મના શુટિંગ માટે વિદેશ જવાના રવાના, જુઓ તસ્વીર

આ પણ વાંચો: Birthday Special: જ્યારે આદિત્ય નારાયણે કરી લીધા હતા નેહા કક્કર સાથે લગ્ન, જાણો 5 ચર્ચિત વિવાદ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati