Shamita Shettyએ બહેન શિલ્પા શેટ્ટીને ટેકો આપ્યો અને લખ્યું, “દરેક ઉંચ-નીચમાં તમારી સાથે છું”
અભિનેત્રી અને તેમના પરિવારને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે અભિનેત્રીની આ પોસ્ટ બાદ ઘણા બોલિવૂડ કલાકારો પણ તેમની પડખે ઉભા રહ્યા છે. તે જ સમયે અભિનેત્રીની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty)એ પણ આ બાબતમાં તેમની બહેનને ટેકો આપ્યો છે
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) માટે હાલમાં સમય સારો નથી ચાલી રહ્યો, રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી સંપૂર્ણપણે ભાંગી પડી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં અભિનેત્રીએ દરેકને અપીલ કરી છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં પ્રાઈવસી ઈચ્છે છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે આ સમયે મીડિયા ટ્રાયલ નહીં પરંતુ આ કેસ લડવા માંગે છે. તેમને ભારતના ન્યાયતંત્ર અને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ તેમના અને તેમના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. આ માટે તેમને પ્રાઈવસી આપવી જોઈએ.
એક તરફ અભિનેત્રી અને તેમના પરિવારને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે અભિનેત્રીની આ પોસ્ટ બાદ ઘણા બોલિવૂડ કલાકારો પણ તેમની પડખે ઉભા રહ્યા છે. તે જ સમયે અભિનેત્રીની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty)એ પણ આ બાબતમાં તેમની બહેનને ટેકો આપ્યો છે અને તેમની પોસ્ટ પર એક કમેન્ટ કરી છે. શિલ્પાની પોસ્ટ પર કમેન્ટ કરતાં શમિતાએ લખ્યું, ‘આઈ લવ યૂ મારી મુનકી… હું હંમેશા તારી સાથે છું. હર ઉચ નીચમાં હંમેશા. શમિતાની આ કોમેન્ટ વાંચ્યા બાદ શિલ્પા શેટ્ટીએ દિલનું ઈમોજી બનાવ્યું છે.
વાંચો શિલ્પા શેટ્ટીની પોસ્ટ
View this post on Instagram
ઘણા મોટા બોલીવુડ કલાકારોએ પણ અભિનેત્રીને ટેકો આપ્યો છે, આ કડીમાં કમેન્ટ કરતા આર માધવને લખ્યું કે “તમે તે લોકોમાં સૌથી બહાદુર છો જેને હું નજીકથી જાણું છું, મને વિશ્વાસ છે કે તમે આ મુશ્કેલ સમયમાંથી ખૂબ જ વિનમ્રતાથી બહાર આવી જશો. અમારી પ્રાર્થનાઓ તમારી સાથે છે.” શિલ્પા શેટ્ટીની તરફેણમાં પહેલું ટ્વીટ હંસલ મહેતાએ કર્યું હતું, તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે જ્યારે બોલિવૂડમાં ઉજવણી હોય ત્યારે દરેક એક બની જાય છે, પરંતુ જ્યારે કોઈને કોઈ સમસ્યા હોય ત્યારે દરેક ગાયબ થઈ જાય છે જે એકદમ યોગ્ય નથી.
તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે 19મી જુલાઈએ ધરપકડ કરી છે. ત્યારથી તે હજુ પણ જેલમાં છે. 27 જુલાઈના રોજ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. શિલ્પા પોતાના પતિને જેલમાંથી બહાર કાઢવા માટે પુરી રીતે પ્રયાસ કરી રહી છે, પરંતુ આ કેસમાં હવે કોર્ટમાં આગામી સુનાવણી 7 ઓગસ્ટના રોજ થવાની છે.
આ પણ વાંચો :- Wrap : Akshay Kumar ને ‘રક્ષાબંધન’ નાં સેટ પર આવી દિલ્હીના ચાંદની ચોકની યાદ, ચાહકો માટે શેર કરી ખાસ તસ્વીરો
આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામ વાસીઓએ દિલીપ કુમારને કર્યા યાદ, આપી સંગીતમય શ્રદ્ધાંજલિ