સંજય દત્તે KGF Chapter 2 ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર કહી તેના જીવન વિશેની આ ખાસ વાત

સંજય દત્તે KGF Chapter 2 ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર કહી તેના જીવન વિશેની આ ખાસ વાત
KGF Chapter 2 Trailer Launch Event Viral Image

અમે તમને જણાવી દઈએ કે આ મેગા બજેટ ફિલ્મ 'KGF: ચેપ્ટર 2' આગામી તા. 14/04/2022ના રોજ વિશ્વભરના સિનેમા થિયેટરોમાં રિલીઝ થશે. તાજેતરમાં ફિલ્મની રિલીઝ પહેલાં, નિર્માતાઓએ બેંગલુરુમાં એક વિશાળ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ હોસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 28, 2022 | 10:04 PM

અમે તમને જણાવી દઈએ કે ગઈકાલે (27/03/2022)ના રોજ બેંગલુરુ (Bangalore) ખાતે અપકમિંગ ફિલ્મ ‘KGF Chapter 2′ના ટ્રેલરની ધમાકેદાર મેગા ઈવેન્ટ લોન્ચ કરવામાં આવી હતી. આ શાનદાર ઈવેન્ટમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટ સંજય દત્ત, (Sanjay Dutt) રવિના ટંડન,  શ્રીનિધિ, દિગ્દર્શક પ્રશાંત નીલ અને સાઉથ ઈન્ડિયન મેગાસ્ટાર યશ સહિત તમામ કલાકારોએ તેમની હાજરી વડે જલવો પાથર્યો હતો. આ મેગા ટ્રેલર લોન્ચ ઈવેન્ટનું સફળ સંચાલન બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક કરન જોહરે (Karan Johar) કર્યું હતું. KGF ભાગ 1ની જોરદાર સફળતા બાદ લોકો હવે KGF ભાગ 2 જોવા માટે પણ એટલા જ ઉત્સાહિત છે.

અમે તમને જણાવી દઈએ કે આ મેગા બજેટ ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ આગામી તા. 14/04/2022ના રોજ વિશ્વભરના સિનેમા થિયેટરોમાં રિલીઝ થશે. તાજેતરમાં ફિલ્મની રિલીઝ પહેલા નિર્માતાઓએ બેંગલુરુમાં એક વિશાળ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ હોસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. આ ઈવેન્ટમાં સમગ્ર સ્ટારકાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by KGF Chapter 1 & 2 (@kgfmovie)

અત્રે ઉલ્લેખનીય છે કે આ KGF ચેપ્ટર 2 ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ખુબ જ ધમાલ મસ્તી જોવા મળી હતી અને હાજર તમામ સ્ટારકાસ્ટ દ્વારા એકબીજા પ્રત્યરે ભારોભાર કૃતજ્ઞતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. અમે તમને જણાવી દઈએ કે બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક કરન જોહરે આ મેગા ટ્રેલર ઈવેન્ટનું સફળ આયોજન કર્યું હતું. જેની માહિતી તેણે તેના સોશિયલ મીડિયા પર પણ આપી છે. આ ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત 5 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

 

જાણો સુપરસ્ટાર યશે શું કહ્યું?

અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું હિન્દી વર્ઝન એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. જયારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યશને પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે બૉલીવુડ અને સાઉથ સિનેમા વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, જેનો તેણે જવાબ આપતા કહ્યું કે, “હવે કોઈ વુડ જેવું રહ્યું નથી, તે બધા ભારતીય સિનેમાનો એક ભાગ છે અને આપણે બધા એક જ ધ્યેય તરફ કામ કરી રહ્યા છીએ જે દર્શકોનું મનોરંજન કરે છે”.

સંજય દત્તે કહી તેના જીવન વિશેની આ ખાસ વાત 

 

 

 

આ ઈવેન્ટમાં સૌથી વધુ અટેન્શન બોલીવુડના બાબા સંજય દત્તને મળ્યું હતું, તેવું કહેવામાં કંઈ ખોટુ નથી. જ્યારે સંજય દત્તને પૂછવામાં આવ્યું કે તેમનું કેન્સર વિશે શું કહેવું છે, ત્યારે સંજય દત્તે કેન્સર સામેની તેમની સફર અને આ ફિલ્મના શૂટિંગ વિશે પણ ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ચર્ચા કરી હતી. સંજય દત્તે આ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, ”મારા માટે કેન્સર એ શરદી-તાવ જેવું છે. મેં એકવાર નક્કી કરી લીધું હતું કે, મને કોઈ જ કેન્સર નથી. અને આજે તમે મને આ ફિલ્મમાં જોઈ શકો છો.” સંજય દત્તની આ વાત હાજર તમામ લોકોને ખુબ જ સ્પર્શી ગઈ હતી.

આ પણ વાંચો – વિલ સ્મિથ ઓસ્કાર સ્ટેજ પર ગુસ્સે થયો, ક્રિસ રોકને મુક્કો માર્યા પછી માફી માંગી! જાણો સમગ્ર મામલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati