વિલ સ્મિથ ઓસ્કાર સ્ટેજ પર ગુસ્સે થયો, ક્રિસ રોકને મુક્કો માર્યા પછી માફી માંગી! જાણો સમગ્ર મામલો

વિલ સ્મિથ ઓસ્કાર સ્ટેજ પર ગુસ્સે થયો, ક્રિસ રોકને મુક્કો માર્યા પછી માફી માંગી! જાણો સમગ્ર મામલો
Will Smith & Chris Rock (File Photo)

અત્રે ઉલ્લેખનીય છે કે, વિલ સ્મિથની પત્ની એલોપેસીયા નામની બીમારીથી લડી રહી છે, તેથી તેણીએ પોતાના વાળ કપાવી લીધા છે. ક્રિસની આ વાત પર વિલ ગુસ્સે થયો અને ક્રિસને મુક્કો મારવા સ્ટેજ પર ચઢી ગયો હતો.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 28, 2022 | 8:58 PM

આપણે સૌ જાણીએ છીએ તેમ ઓસ્કાર એવોર્ડ્સ (Oscars Awards) એ હોલીવુડ (Hollywood) માટે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સેરેમની ગણાય છે. આ વખતે ઓસ્કાર્સ એવોર્ડ સેરેમની 2022 દરમિયાન હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) અમેરિકન અભિનેતા વિલ સ્મિથની (Will Smith) પત્નીની મજાક ઉડાવી હતી. તેણે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, જેના પછી વિલ સ્મિથ પોતાને રોકી શક્યો ન હતો અને તેણે હોસ્ટ ક્રિસ રોકને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ મામલાએ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા જગાવી છે.

આ વખતે ઓસ્કાર 2022માં અચાનક જે કોઈને અપેક્ષા ન હતી તે ઘટના બની ગઈ હતી. હાસ્યપૂર્ણ વાતાવરણમાં અચાનક અભિનેતા વિલ સ્મિથ ઓસ્કાર હોસ્ટ ક્રિસ રોક પર ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. હકીકતમાં અભિનેતા વિલ સ્મિથ સ્ટેજ પર ગયો હતો અને શોના પ્રસ્તુતકર્તા ક્રિસ રોકને મુક્કો માર્યો હતો. જો કે વિલ સ્મિથે પાછળથી આ ઘટના અંગે માફી માંગી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની પર મજાક ઉડાવી હતી. તેણે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, જેના પછી વિલ સ્મિથ પોતાને રોકી શક્યો નહીં અને સ્ટેજ પર ગયો હતો. વિલ સ્ટેજ પર આવ્યો ત્યારે ક્રિસ તેની સામે જોતો હતો. વિલ સ્મિથે શોના હોસ્ટ ક્રિસ રોકને સ્ટેજ પર આવતાની સાથે જ મુક્કો માર્યો હતો. અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓસ્કાર્સ એવોર્ડ્સ બેસ્ટ એક્ટર 2022નો એવોર્ડ વિલ સ્મિથને મળ્યો છે.

વિલ સ્મિથે શું કહ્યું?

વિલ સ્મિથે ક્રિસ રોકને મુક્કો માર્યા બાદ તે ઘટના અંગે માફી માંગી હતી. અભિનેતાએ પ્રત્યક્ષ રીતે હોસ્ટ ક્રિસ રોકની માફી માંગી ન હતી, પરંતુ ઓસ્કાર/એકેડમી એવોર્ડ્સની માફી માંગતી વખતે તેણે કહ્યું કે, ”હું એકેડમી એવોર્ડ્સની માફી માંગવા માંગુ છું. હું મારા સાથી નોમિનીની પણ માફી માંગવા માંગુ છું. આ ખૂબ જ ખાસ અને સુંદર ક્ષણ છે અને હું મારો એવોર્ડ જીતવાની ખુશીમાં રડતો નથી. હું ખુશ છું કે હું લોકો પર આ પ્રકાશ ફેંકી શકું છું. પ્રેમ તમને બધી ખોટી વસ્તુઓ કરવા મજબૂર કરે છે.”

ખરેખર શું મામલો હતો ?

અમે તમને જણાવી દઈએ કે, ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી.  ક્રિસે જેડાની ટાલ પર ટિપ્પણી કરી, ત્યારે વિલ સ્મિથ તે સહન કરી શક્યો નહીં. ક્રિસે કહ્યું કે, તેણીએ G.I Jane ફિલ્મમાં એટલા માટે કાસ્ટ કરવામાં આવી હતી કારણ કે તેણીના માથા પર વાળ નહોતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિલ સ્મિથની પત્ની એલોપેસીયા નામની બીમારીથી લડી રહી છે, તેથી તેણીએ પોતાના વાળ કપાવી લીધા છે. ક્રિસની આ વાત પર વિલ ગુસ્સે થયો અને ક્રિસને મુક્કો મારવા સ્ટેજ પર ચઢી ગયો હતો.

આ દરમિયાન વિલ ક્રિસને ધમકાવતા કહે છે કે તેણે ફરીથી આવું કરવાની ભૂલ ન કરવી જોઈએ. તો સાથે જ ક્રિસે પણ કહ્યું કે તે આવું નહીં કરે. આ ઘટના બાદ ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પળવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. વિલ સ્મિથને મુક્કો મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઘણા લોકોને લાગ્યું કે આ સમય દરમિયાન કદાચ શોની સ્ક્રિપ્ટ હશે, પરંતુ થોડા સમય પછી સમગ્ર મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા કે ‘શું વાસ્તવમાં એવું બન્યું છે કે કોઈ મજાક પર મજાક થઈ છે?’ તો કોઈએ કહ્યું કે, ‘વિલનો ગુસ્સો જોઈને આત્મા કંપી ગયો.’ એક યુઝરે કહ્યું કે, ‘વિલ સુપર જેન્ટલમેન છે.’ તો કોઈએ કહ્યું કે, ‘દિલ જીતી લીધું.’

 

આ પણ વાંચો – Oscar Awards 2022: ઓસ્કાર ટ્રોફીમાં કોની હોય છે પ્રતિમા, શું તેની કિંમત ખરેખર એક ડોલર છે? જાણો તેના વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati