ઈદ પર જ આવશે SALMAN KHANની ફિલ્મ, પરંતુ સિનેમા ઘરના માલિકે રાખવું પડશે આ વાતનું ધ્યાન

સલમાન ખાનની ફિલ્મ 'રાધે (RADHE) યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ની રિલીઝ ડેટને લઈને ચાલી રહેલી મૂંઝવણ આખરે પૂરી થઈ ગઈ છે. ખુદ સલમાને(SALMAN) આ ફિલ્મ રિલીઝને લઈને જાહેરાત કરી છે.

ઈદ પર જ આવશે SALMAN KHANની ફિલ્મ, પરંતુ સિનેમા ઘરના માલિકે રાખવું પડશે આ વાતનું ધ્યાન

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે (RADHE) યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટને લઈને ચાલી રહેલી મૂંઝવણ આખરે પૂરી થઈ ગઈ છે. ખુદ સલમાને(SALMAN) આ ફિલ્મ રિલીઝને લઈને જાહેરાત કરી છે. ‘સલમાને રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ રિલીઝને લઈને કહ્યું છે કે, આ ફિલ્મ આ વર્ષ જ ઈદ પર જ સિનેમા ઘરમાં રિલીઝ થશે. સલમાન ખાને તેના બર્થડે 27મી ડિસેમ્બરના રોજ મૌખિક પૃષ્ટી કરી હતી કે રાધે આ વર્ષે ઈદ પર જ સિનેમાઘરમાં રિલીઝ થશે. પરંતુ હવે સલમાને સોશિયલ મીડિયા દ્વારા એક નોટ શેર કરીને રાધેની રિલીઝ તારીખની પુષ્ટિ કરી છે. આ સાથે જ સિનેમા ઘરના માલિકોને સાવધાની રાખવા માટે પણ વિનંતી કરી છે.

 

સલમાન ખાને થિયેટર માલિકોને લખેલી એક નોટમાં કહ્યું હતું કે- હું માફી માંગુ છું. થિયેટર માલિકોને જવાબ આપવા માટે મેં થોડો સમય લીધો. આ સ્થિતિમાં આ એક મોટો નિર્ણય છે. હું સમજું છું કે થિયેટરના માલિકો અને પ્રદર્શકો હાલમાં આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. હું રાધેને સિનેમાઘરમાં રિલીઝ કરીને તેમની સમસ્યાઓને થોડી ઓછી કરવા માંગુ છું. બદલામાં હું ઈચ્છું છું કે તેઓ દર્શકોનું ધ્યાન રાખે.આ ફિલ્મ ઈદ પર જ રિલીઝ થશે. આ વર્ષે દર્શકો ઈદના દિવસે થિયેટરોમાં રાધેની મજા લે. જો કે સલમાન ખાને તારીખને લઈને ખુલાસો કર્યો નથી.

 

‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું દિગ્દર્શન પ્રભુ દેવાએ (PRABHU DEVA) કર્યું છે. આ એક એક્શન-થ્રીલર (ACTION THRILLER) ફિલ્મ છે, જેમાં સલમાનની સાથે રણદીપ હુડ્ડા, જૈકી શ્રોફ અને દિશા પટની મહત્વપૂર્ણ રોલ નિભાવતા નજરે આવશે. આ વર્ષે ઘણી ફિલ્મો ઓટીટી(OTT) પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી, પરંતુ સલમાને સ્પષ્ટ કર્યું હતું કે રાધે થિયેટરોમાં જ રિલીઝ કરશે. થોડા દિવસો પહેલા સિનેમા માલિકોએ સલમાન ખાનને ફિલ્મ થિયેટરોમાં રજૂ કરવાની અપીલ કરી હતી. સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકોએ સોશિયલ મીડિયા દ્વારા સલમાનને એક પત્ર મોકલ્યો હતો.

 

રાધેને લઈને સલમાનના ફેન્સમાં ઘણો ક્રેઝ છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે રાધેએ ઝી સ્ટુડિયો(Z STUDIO) સાથે 230 કરોડ રૂપિયાની ડીલ કરી છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, સલમાને ફિલ્મના ઈન્ડિયા અને ઓવરસીઝ થિયેટ્રિકલ, મ્યુઝિકલ અને ડિજિટલ રાઈટ્સ પણ ઝી સ્ટુડિયોને વેચી દીધા છે. રાધે કોરિયન ફિલ્મ ધ આઉટલોઝની રિમેક હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: આખરે TRAIN કેમ મોડી થાય છે ? રેલવે અધિકારીઓ ખુદ યાત્રા કરીને જાણશે કારણ

Click on your DTH Provider to Add TV9 Gujarati