દિવાળી પર ક્લેશ થવાની હતી સલમાન ખાનની ‘Antim’ અને અક્ષયની ‘Sooryavanshi’, રોહિત શેટ્ટીની વિનંતીથી ટળી ગયુ

અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી (Rohit Shetty) એ કર્યું છે.

દિવાળી પર ક્લેશ થવાની હતી સલમાન ખાનની 'Antim' અને અક્ષયની 'Sooryavanshi', રોહિત શેટ્ટીની વિનંતીથી ટળી ગયુ
Antim, Sooryavanshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:20 PM

મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થવા લાગી છે. ઘણા મહિનાઓ પછી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના પછી ચાહકો ખૂબ જ ખુશ છે. નવેમ્બર મહિનામાં ચાહકો ઘણું બધું જોવાના છે. અક્ષય કુમાર (Akshay kumar)ની સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે અને સલમાન ખાન (Salman Khan)ની અંતિમ (Antim) આ મહિને રિલીઝ થઈ રહી છે. સૂર્યવંશી પહેલી મોટી ફિલ્મ છે જે લાંબા સમય બાદ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મની કોઈ ક્લેશ નથી. આવું ન થવાનું કારણ બીજું કોઈ નહીં પણ સલમાન ખાન છે.

સલમાન ખાને ન થવા દીધી ક્લેશ

એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન તેમની ફિલ્મની અંતિમની રિલીઝ ડેટ શોધી રહ્યા હતા. તેમની નજર ફિલ્મ રિલીઝ કરવા માટે 5 નવેમ્બર પર હતી. જે દિવસે સૂર્યવંશી પણ રિલીઝ થવાની હતી. જ્યારે રોહિત શેટ્ટીને આ વાતની ખબર પડી તો તેઓ સલમાન ખાનને મળ્યા અને તેમણે ક્લેશ ન કરવાની વિનંતી કરી. તેમણે સલમાન ખાનને કહ્યું કે સૂર્યવંશી જેવી ફિલ્મ માટે સોલો રિલીઝ થવી જરૂરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રિપોર્ટ અનુસાર સલમાન ખાન રોહિત શેટ્ટીની વાત માની ગયા હતા. તેમને સમજાયું કે જો સૂર્યવંશી સાથે અંતિમ ક્લેશ થશે તો સ્ક્રીન ડિવાઈડ થઈ જશે અને બંને ફિલ્મોને નુકસાન થશે. ખાસ કરીને સૂર્યવંશી જેવી. કારણ કે તે મોટા બજેટની ફિલ્મ છે. જે બાદ સલમાન ખાને 5મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અંતિમ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી (Rohit Shetty) અને કેટરિના કૈફ (Katrina Kaif) તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાનના શો બિગ બોસ 15 (Bigg Boss 15)માં પ્રમોશન માટે આવવાના છે. તેમણે શોનું શૂટિંગ કર્યું હતું. આ વીકેન્ડમાં તે બિગ બોસમાં જોવા મળવાના છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. અંતિમની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન સાથે આયુષ શર્મા (Aayush Sharma) લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :- Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ

આ પણ વાંચો :- રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો

g clip-path="url(#clip0_868_265)">