પોલીસ પૂછપરછમાં બિશ્નોઈએ કહ્યું મેં સલમાનને ધમકીભર્યો પત્ર મોકલ્યો નથી, આમાં મારો કોઈ હાથ નથી

|

Jun 07, 2022 | 3:05 PM

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)એ પોલીસ પૂછપરછમાં કહ્યું છે કે, સલમાન ખાનને ધમકી પત્ર મોકલવામાં તેનો કોઈ હાથ નથી અને તે જાણતો નથી કે આ પત્ર કોણે જાહેર કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં બિશ્નોઈએ કહ્યું મેં સલમાનને ધમકીભર્યો પત્ર મોકલ્યો નથી, આમાં મારો કોઈ હાથ નથી
પોલીસ પૂછપરછમાં બિશ્નોઈએ કહ્યું- મેં સલમાનને ધમકીભર્યો પત્ર નથી મોકલ્યો
Image Credit source: Social Media

Follow us on

Lawrence Bishnoi : બોલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) ને મળેલા ધમકીભર્યા પત્રના સંદર્ભમાં દિલ્હી પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (gangster Lawrence Bishnoi) એ પોલીસ પૂછપરછમાં કહ્યું છે કે, આ મામલામાં તેનો કોઈ હાથ નથી અને તે જાણતો નથી કે આ પત્ર કોણે મોકલ્યો છે. સલમાન ખાનના ઘરની બહાર એક ધમકી પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત પણ મૂસેવાલા જેવી થશે. આ પત્ર મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મુંબઈ પોલીસની સાથે દિલ્હી પોલીસ પણ આ મામલાની તપાસમાં સામેલ છે.

લોરેન્સે કહ્યું- તે નથી જાણતા કે આ પત્ર કોણે મોકલ્યો છે

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈએ કહ્યું છે કે, આ મામલામાં તેનો કોઈ હાથ નથી. તેણે કહ્યું કે આ ધમકીભર્યો પત્ર કોણે મોકલ્યો છે તેની તેને ખબર નથી. તમને જણાવી દઈએ કે પત્રમાં LB અને GB લખવામાં આવ્યું હતું, GB એટલે ગોલ્ડી બ્રાર. લોરેન્સ બિશ્નોઈનું કહેવું છે કે ગોલ્ડીને સલમાન સાથે કોઈ દુશ્મની નથી.

દિલ્હી પોલીસના મતે તે ગોલ્ડી બ્રાર જ હોય ​​એવું જરૂરી નથી. કદાચ કોઈએ ગોલ્ડી બ્રારના નામે મજાક કરી હોય અથવા કોઈ અન્ય ગેંગનું કામ હોઈ શકે.  પંજાબી સિંગર મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સમીમ ખાનને પત્ર મળ્યો

સલમાન ખાનના પિતા સલીમ ખાન રવિવારે સવારે ફરવા નીકળ્યા હતા. બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર જ્યાં સલીમ ખાન વોક લીધા પછી બેસે છે. આ ધમકીભર્યો પત્ર તે બેન્ચ પર મૂકવામાં આવ્યો હતો.  આ પત્રને ત્યાં રાખનાર વ્યક્તિને ઓળખવા માટે વિસ્તારના 200 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગ્યા છે.

સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે

સલમાન ખાનને મળેલા આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. મહારાષ્ટ્ર પોલીસ કેસ નોંધીને તપાસ કરી રહી છે.

Next Article