AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saira Banu Health Update: ICU માંથી બહાર આવ્યા સાયરા બાનુ, ડોક્ટરે તબિયત વિશે જણાવ્યું સત્ય

તાજેતરમાં જ સાયરા બાનુ વિશે સમાચાર આવ્યા હતા કે તે દિલીપ કુમારના ગયા પછી ડિપ્રેશનમાં છે અને પોતાની સારવાર કરાવવા માંગતી નથી. પરંતુ ડોકટરે સત્ય જણાવ્યું છે.

Saira Banu Health Update: ICU માંથી બહાર આવ્યા સાયરા બાનુ, ડોક્ટરે તબિયત વિશે જણાવ્યું સત્ય
Saira banu is not in depression neither she is avoiding angiography
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:55 AM
Share

છેલ્લા કેટલાક સમયથી સાયરા બાનુની (Saira Bano) તબિયત ખૂબ જ ખરાબ છે. થોડા દિવસો પહેલા, અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ જાણવા મળ્યું કે સાયરાનું લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ (Ventricular Failure) થયું છે. અને હવે તેમની એન્જીયોગ્રાફી (Angiography) કરવી પડશે. આ પછી, તાજેતરમાં સમાચાર આવ્યા કે અભિનેત્રી ડિપ્રેશન સામે લડી રહી છે અને તે ડોક્ટરોને એન્જીયોગ્રાફી કરાવવાનો ઈનકાર કરી રહી છે.

હવે ખાનગી સમાચારના અહેવાલ મુજબ આ સમાચાર ખોટા છે. સાયરાની સારવાર કરી રહેલા ડોક્ટર નીતિન ગોખલેએ કહ્યું કે, ‘સાયરા જી ડિપ્રેશનથી પીડિત નથી અને ન તો તેમણે એન્જીયોગ્રાફી કરાવવાનો ઇનકાર કર્યો છે.’

તેમણે આગળ કહ્યું, ‘મેં છેલ્લી વાર કહ્યું હતું કે તેમની એન્જીયોગ્રાફી થોડા દિવસો પછી કરવામાં આવશે કારણ કે પહેલા અમારે તેમના ડાયાબિટીસને કાબૂમાં કરવો પડશે. તેથી તેમના ના કહેવાનો કોઈ પ્રશ્ન નથી.

ડોક્ટરે એ પણ કહ્યું કે સાયરા જીને હવે ICU માંથી શિફ્ટ કરવામાં આવ્યા છે. તે પહેલા કરતા હવે સારા છે. અગાઉ ડોક્ટરે કહ્યું હતું કે એવું બની શકે છે કે સાયરાને અત્યારે રજા આપવામાં આવે અને પછી તેને ફરીથી એન્જીયોગ્રાફી માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.

ફૈઝલે કહ્યું કે સાયરા દુખી છે

જણાવી દઈએ કે ફૈઝલ ફારુકીએ કહ્યું હતું કે દિલીપ કુમારની વિદાયથી સાયરા ખૂબ જ તૂટી ગઈ છે. તે 55 વર્ષથી દિલીપ કુમાર સાથે છે. તેમની પીડાનો અનુભવ તમે પણ કરી શકો છે. તેઓ કદાચ તણાવગ્રસ્ત અને ઉદાસ હશે.

દિલીપ કુમારનું નિધન

તમને જણાવી દઈએ કે દિલીપ કુમારનું 7 જુલાઈએ નિધન થયું હતું. જ્યાં સુધી દિલીપ કુમાર જીવતા હતો ત્યાં સુધી સાયરા બાનુ હંમેશા તેમની સંભાળ રાખતા. તે હંમેશા દિલીપ કુમાર સાથે રહેતા હતા. એટલું જ નહીં, દિલીપના છેલ્લા દિવસોમાં પણ તે તેમની સાથે હતા.

જ્યારે દિલીપ કુમાર જીવિત હતા ત્યારે સાયરાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે દિલીપ કુમાર મારા ધબકારા છે. હું તેમને મળવાથી રાહત અનુભવું છું. તેથી હવે જ્યારે દિલીપ કુમાર સાથે નથી ત્યારે સાયરા સંપૂર્ણપણે એકલા થઈ ગયા છે.

આ પણ વાંચો: Birthday Special: અંચિત કૌર 48 વર્ષની ઉંમરે પણ અન્ય અભિનેત્રીઓને ફિટનેસમાં શરમાવે છે

આ પણ વાંચો: કોની સાથે લગ્ન કરવા માંગે છે કિયારા અડવાણી? The Kapil Sharma Show માં કહી દિલની વાત

g clip-path="url(#clip0_868_265)">