બાહુબલીના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRનું ટીઝર સોમવારે થશે રિલિઝ, ફિલ્મ આ તારીખે થશે રિલિઝ

|

Oct 31, 2021 | 10:22 PM

આઝાદી પૂર્વેના ભારત પર આધારીત આ ફિલ્મ પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની, કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામરાજુના યુવા દિવસો પરની કાલ્પનિક વાર્તા છે, જે અનુક્રમે જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા ચિત્રિત કરવામાં આવી છે.

બાહુબલીના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRનું ટીઝર સોમવારે થશે રિલિઝ,  ફિલ્મ આ તારીખે થશે રિલિઝ
RRR

Follow us on

બાહુબલી ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલી (S. S. Rajamouli)ની ફિલ્મ RRRનું ટીઝર આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ માટે મેકર્સે ખાસ તૈયારીઓ કરી છે. બાહુબલી (Baahubali)ની સફળતા બાદ ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે કારણ કે લોકો માની રહ્યા છે કે આ ફિલ્મમાં તેમને બાહુબલી કરતા વધુ એક્શન જોવા મળશે. દેખીતી રીતે જો રાજામૌલી તેમની આગામી ફિલ્મ બનાવશે તો તે બાહુબલી કરતાં વધુ સારી ફિલ્મ સાથે દર્શકો સમક્ષ જશે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

પીઢ ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ “RRR” બહુપ્રતીક્ષિત એક્શન ડ્રામા છે, જેમાં રામ ચરણ (Ram Charan ), એન. ટી. રામા રાવ જુનિયર (N. T. Rama Rao Jr) , અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) મુખ્ય ભૂમિકામાં છે અને તે 7 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. નિર્માતાઓએ 1 નવેમ્બર, 2021ના ​​રોજ આ વિશાળ બ્રહ્માંડની એક નાની ઝલક રજૂ કરવાનું નક્કી કર્યું છે.

 

બાહુબલી પછી પહેલી ફિલ્મ

આ ઉમદા ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ બાહુબલી પછી ફરી એકવાર ડાયરેક્ટરની ખુરશી પર બેઠેલા છે. ‘RRR’ 2022ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે, વિશ્વ સિનેમાના ઈતિહાસમાં સૌપ્રથમવાર સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઈન ઓપરેટર – PVRએ તેની બ્રાન્ડ ઓળખ અને લોગોને બદલીને ફિલ્મ ‘RRR’નું નામ આપવાનું નક્કી કર્યું છે, જે હવે ‘PVRRR’ તરીકે ઓળખાશે.

 

ભારતની આઝાદીની વાર્તા

આઝાદી પૂર્વે ભારત પર આધારીત આ ફિલ્મ પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની, કોમારામ ભીમ (Komaram Bheem) અને અલ્લુરી સીતારામરાજુ (Alluri Sitarama Raju)ના યુવા દિવસો પરની કાલ્પનિક વાર્તા છે, જે અનુક્રમે જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા ચિત્રિત છે. બધા દર્શકો જાણશે કે જ્યારે પાણી અગ્નિને મળે છે, ત્યારે શું થાય છે અને વાર્તા એ જ સળગતી જ્યોતની આસપાસ પ્રગટ થશે.

 

સ્ટારથી સજેલી છે ફિલ્મ

ભારતની સૌથી મોટી મલ્ટી સ્ટારર ફિલ્મમાં રામ ચરણ, NTR જુનિયર સાથે અજય દેવગણ અને આલિયા ભટ્ટ છે. આ પ્રોજેક્ટનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રેકોર્ડબ્રેક બાહુબલી શ્રેણીના માસ્ટરમાઈન્ડ પણ હતા.

 

પેન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ અધિકારો પ્રાપ્ત કર્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઈલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. પેન મરુધર ફિલ્મને નોર્થ ટેરિટરીમાં ડિસ્ટ્રીબ્યૂટ કરશે. ‘RRR’ 7 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરના સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

 

આ પણ વાંચો :- Mira Rajput તેના ડ્રેસને લઈને સંઘર્ષ કરી રહી હતી અને શાહિદ કપૂરે છુપાઈને બનાવ્યો વીડિયો, જુઓ આ વીડિયો

 

આ પણ વાંચો :- અભિનેત્રી Urmila Matondkar થઈ કોરોના પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ હોવાની જાણકારી ટ્વીટ કરી આપી

 

Next Article