AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News : રિયા ચક્રવર્તીએ છોકરીઓને આપી સલાહ, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ કહ્યુ…

અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પ્રેરક પોસ્ટ શેર કરી છે. રિયાએ તમામ છોકરીઓ માટે એક પ્રેરક પોસ્ટ શેર કરી છે.

Bollywood News : રિયા ચક્રવર્તીએ છોકરીઓને આપી સલાહ, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ કહ્યુ...
Don't judge your beauty according to social media : Riya Chakraborty
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:58 PM
Share

2 વર્ષના મુશ્કેલ સમય બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પોતાના જીવનમાં આગળ વધી રહી છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.

રિયા આ વર્ષને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. યુવતીઓને પ્રોત્સાહિત કરવા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફ લવ વિશે વાત કરી છે. રિયાએ છોકરીઓને આંતરિક સુંદરતાને ઓળખવા અને ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર ટ્રેપથી બચવા કહ્યું છે.અભિનેત્રીએ તેના ફોલોઅર્સ માટે પ્રેરણાત્મક સંદેશ લખ્યો છે.

અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તમામ યુવતીઓ માટે એક પોસ્ટ લખી છે. તેણે લખ્યું, “આ બધી છોકરીઓ માટે એક જેન્ટલ રિમાઇન્ડર છે- તમે જેવી છો તેવી ખૂબ જ સુંદર છો. ઇન્સ્ટા બ્યુટીના ફિલ્ટર્સની જાળમાં ન પડો. મને તમારા બધાના DM મળ્યા છે કે તમે કેવું અનુભવો છો. તમારે ફક્ત પોતાના વિશે સુંદર ફિલ કરવું પડશે”

નવા વર્ષના ખાસ અવસર પર રિયાએ પોતાના માટે એક સુંદર અને ભાવનાત્મક પોસ્ટ લખી છે. અભિનેત્રીએ વીડિયોમાં પોતાનો આભાર માન્યો હતો. રિયાએ વીડિયો ક્લિપમાં કહ્યું હતું કે, ‘ડિયર મી, મારી સાથે રહેવા બદલ તમારો આભાર. હંમેશા દયા, ધીરજ અને શક્તિ સાથે ઉભા રહેવા બદલ આભાર. મને તારા પર ગર્વ છે.” એક્ટ્રેસને આગળ વધવા માટે ફેન્સ સપોર્ટ કરતા રહે છે. અભિનેત્રીને તેના જીવનમાં આગળ વધતી જોઈને ખૂબ જ આનંદ થયો.

અભિનેત્રીએ થોડા સમય પહેલા પોતાની સુંદર તસવીરો શેર કરી હતી. અભિનેત્રીએ બ્રાલેટ સાથે વાદળી રંગના પેન્ટ સૂટ પહેર્યા હતા. અભિનેત્રીએ તેના આઉટફિટ સાથે હળવો મેકઅપ કર્યો હતો. અભિનેત્રીએ આ આઉટફિટમાં ઘણા પોઝ આપ્યા છે. રિયાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો –

Celebrities Covid 19 Update : ફિલ્મ મેકર મધુર ભંડારકર કોરોના પોઝિટીવ, સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

આ પણ વાંચો –

સુપરસ્ટાર યશે જન્મદિવસે ખોલ્યું રહસ્ય, એક્ટર બનવા માટે માત્ર આટલા પૈસા લઈને ઘરેથી ભાગ્યો હતો

આ પણ વાંચો –

મશહુર સિંગર વિશાલ દદલાનીના પિતાનું થયુ નિધન,આ કારણે દદલાની ન જઈ શક્યા ઘરે

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">