રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ’ બોક્સ ઓફિસ ‘જોરદાર’ કમાલ ના કરી શકી, દર્શકોએ આપ્યો નબળો પ્રતિસાદ
રણવીર સિંહની (Ranveer Singh) 'જયેશભાઇ જોરદાર' ફિલ્મ સમાજને એક ખાસ સામાજિક સંદેશ આપે છે, તેમ છતાં આ ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. બોક્સ ઓફિસ પર આજે જયેશભાઈ જોરદારનો બીજો દિવસ છે.
લોકપ્રિય બૉલીવુડ (Bollywood) અભિનેતા રણવીર સિંહની (Ranveer Singh) લેટેસ્ટ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ (Jayeshbhai Jordaar Film) માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ તાજેતરમાં રીલિઝ થઈ છે, પરંતુ બોક્સ ઓફિસ પર રણવીર સિંહની આ ફિલ્મનો જાદુ ચાલે તેમ લાગતું નથી. રણવીર સિંહ ફરી એકવાર જયેશભાઈ જોરદાર ફિલ્મમાં ગુજરાતી પાત્રમાં જોવા મળ્યો છે. આ ફિલ્મનો વિષય ખૂબ જ હૃદયસ્પર્શી છે, જેમાં રણવીર સિંહ તેના આવનારા બાળકને બચાવવા દોડતો જોવા મળે છે. આ ફિલ્મમાં એક શ્રેષ્ઠ સામાજિક સંદેશ પણ છે.
આમ છતાં ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ બતાવવામાં સક્ષમ સાબિત થઈ નથી. બોક્સ ઓફિસ પર જયેશભાઈ જોરદારનો બીજો દિવસ છે અને બીજા દિવસે પણ ફિલ્મની કમાણી ખૂબ જ ધીમી છે.
શું જયેશભાઈ જોરદાર ફિલ્મને ઓડિયન્સ નથી મળતું?
આ સોશિયલ કોમેડી ડ્રામા જોવા માટે થિયેટરોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી છે. આ ફિલ્મની ઓપનિંગની વાત કરીએ તો પહેલા દિવસે ફિલ્મ 5 કરોડ રૂપિયાની કમાણી પણ કરી શકી નથી. બીજા દિવસની કમાણી પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રણવીર સિંહની આ ફિલ્મ 3 કરોડ 80 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. ફિલ્મ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે 4 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ઓપનિંગ કર્યું છે. જે નિર્માતાઓની અપેક્ષા કરતા ઘણું ઓછું છે.
View this post on Instagram
અન્ય ફિલ્મ ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર રણવીર સિંઘની લેટેસ્ટ ફિલ્મે શુક્રવારે ખરાબ ઓપનિંગ સાથે સમગ્ર ભારતમાં માત્ર 3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. લોકપ્રિય ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક પોસ્ટ દ્વારા રણવીરના ચાહકોને માહિતી આપી છે કે, ફિલ્મ જયેશભાઈ જોરદારે પહેલા દિવસે 3 કરોડ 25 લાખ રૂપિયા એકઠા કર્યા છે.
તરણ આદર્શની પોસ્ટ અહીંયા જુઓ
#JayeshbhaiJordaar has a shockingly low start on Day 1… Day 2 and 3 very crucial… Fri ₹ 3.25 cr. #India biz. pic.twitter.com/THTPjHYLeV
— taran adarsh (@taran_adarsh) May 14, 2022
બોલિવૂડના ચાહકોને રણવીરની અપકમિંગ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ હતી. જે રીતે સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર આગળ નીકળી રહી છે, તે જોતા લોકોને જયેશભાઈ જોરદાર પાસેથી ઘણી આશાઓ હતી. તાજેતરમાં, સાઉથ સિનેમાની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર 1000 કરોડને પાર કરી રહી છે. પાન ઈન્ડિયા ફિલ્મે તેની રિલીઝના પ્રથમ દિવસે 100 કરોડની કમાણી કરી રહી છે, જ્યારે બોલિવૂડની ઘણી ફિલ્મો 5 કરોડ પણ કમાઈ શકી નથી.
અમે તમને જણાવી દઈએ કે RRA અને KGF 2, બાહુબલી 2ની કમાણી રિલીઝ સાથે આગળ વધી રહી છે. KGF હજુ પણ લોકોમાં પોતાનો જાદુ ચલાવી રહી છે. અત્રે નોંધનીય છે કે KGF અને RRR બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 1,100 કરોડની કમાણી કરી છે.
#OneWordReview…#JayeshbhaiJordaar: POOR. Rating: ⭐️½ Jordaar concept, but kamzor writing… Screenplay of convenience… #RanveerSingh sparkles, but the amateurish goings-on play spoilsport. #JayeshbhaiJordaarReview pic.twitter.com/fY3xYqzcpI
— taran adarsh (@taran_adarsh) May 13, 2022