Ranveer Singh IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા પહોંચ્યો અભિનેતા રણવીર સિંહ, રોહિત શર્માની બેટિંગનો ફેન થયો, જુઓ વીડિયો
IPL 2022 : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વ્યસ્તતા વચ્ચે રણવીર સિંહ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) નો સામનો કર્યો. મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે આ ટક્કર હતી. મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાત અને મુંબઈ (Gujarat Titans vs Mumbai Indians) વચ્ચેની મેચની મજા માણવા બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) પણ સ્ટેડિયમ પહોંચ્યો હતો. રણવીર સિંહ મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો (Rohit Sharma) મોટો ફેન છે. મેચની ત્રીજી ઓવરમાં મોહમ્મદ શમીના બોલ પર રોહિતે સિક્સર ફટકારી ત્યારે રણવીર સિંહની પ્રતિક્રિયા જોવા જેવી હતી. રણબીરે ઉભા થઈને રોહિતના આ શોટને શાનદાર રીતે પ્રોત્સાહિત કર્યો.
ગુજરાત સામે મુંબઈ ટીમે શાનદાર શરૂઆત કરી હતી
મુંબઈ ઈન્ડિયન્સે મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ધમાકેદાર શરૂઆત કરી હતી અને પાવરપ્લેમાં 63 રન બનાવ્યા. આ દરમિયાન રોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોયા હતા. મહત્વનું છે કે વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indias) ની ટીમ સારી શરૂઆત માટે તરસી રહી છે. આ સિઝનમાં મુંબઈ ટીમનું પ્રદર્શન પણ ઘણું નબળું રહ્યું હતું અને સતત 8 મેચ હારી રેકોર્ડ નોંધાવ્યો હતો.
Just WOW , Rohit 🔥🔥 pic.twitter.com/6OvQVmmSRs
— Arnav@45 (@Arnav904) May 6, 2022
રણવીરની નવી ફિલ્મ 13 મે ના રોજ રિલીઝ થઇ રહી છે
આ દિવસોમાં રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બોલિવૂડના ચાહકો પણ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં તે નવા અવતારમાં જોવા મળ્યો હતો. શુક્રવારે ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
અંતિમ ઓવરમાં મુંબઈએ મેચ જીતી લીધી
મુંબઈએ એક સમયે ગુમાવેલી મેચને અંતિમ ઓવરમાં 5 રનથી ગુજરાતને હાર આપી છે. ગુજરાતની ટીમના ઓપનરો રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલે સારી શરુઆત કરાવી હતી. બંનેએ 106 રનની ભાગીદારી બંનેએ કરીને લક્ષ્ય સુધી પહોંચવાનો પાયો નાંખ્યો હતો. આ પહેલા મુંબઈએ રોહિત શર્મા (Rohi Sharma) અને ઈશાન કિશને આક્રમક રમત વડે સારી શરુઆત આપી હતી. જેના વડે 178 રનનુ લક્ષ્ય ગુજરાત સામે રાખ્યુ હતુ. દિલધડક સ્થિતીમાં પહોંચેલી મેચમાં અંતમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. આમ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ટીમ રન ચેઝ કરવા જતા પ્રથમ વાર મેચ ગુમાવી છે.