Jayeshbhai Jordar : નામ છે જયેશ ભાઈ અને કામ જોરદાર, જાણો રણવીર સિંહની ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે

|

Mar 03, 2022 | 1:09 PM

રણવીર સિંહની ફિલ્મ જયશ ભાઈ જોરદારની ઝલક બતાવતા ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર ફરી એક અલગ જ અવતારમાં જોવા મળશે.

Jayeshbhai Jordar : નામ છે જયેશ ભાઈ અને કામ જોરદાર, જાણો રણવીર સિંહની ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે
Jayeshbhai Jordaar FIlm Starring Ranveer Singh (File Photo)
Image Credit source: instagram photo

Follow us on

Jayeshbhai Jordar : રણવીર સિંહ (Ranveer Singh) છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 83માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રણવીરે કપિલ દેવ (Kapil Dev) ની ભૂમિકા ભજવી હતી અને તેના કામના ખૂબ વખાણ થયા હતા. હવે રણવીર તેના અતરંગી અવતાર સાથે ફરી પાછો આવી રહ્યો છે. હવે રણવીર જયેશ ભાઈ જોરદાર (Jayeshbhai Jordar) ફિલ્મમાં જોવા મળવાનો છે, જેનો એક નાનકડો વીડિયો અભિનેતાએ શેર કર્યો છે અને તેના દ્વારા તેના પાત્રનો પરિચય આપ્યો છે.

આ સાથે રણવીરે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ વીડિયો એકદમ અલગ છે અને તેને જોયા બાદ ફેન્સ ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ વીડિયોમાં રણવીર હીરોની સ્ટાઈલ વિશે જણાવે છે, વીડિયો શેર કરતાં રણવીરે લખ્યું, ‘નામ જયશ ભાઈ છે અને કામ જોરદાર. 13મી મેના રોજ યશ રાજ ફિલ્મ્સ સાથે મોટી સ્ક્રીન પર જયશ ભાઈ જોરદારની ઉજવણી કરો.

તો રણવીરની આ ફિલ્મ આ વર્ષે 13મી મેના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણવીરની સાથે શાલિની પાંડે, બોમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ છે. દિવ્યાંગ ઠક્કર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ,પહેલા આ ફિલ્મ(Jayeshbhai Jordar) આ વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થવાની હતી, પરંતુ ત્યારબાદ કોવિડના વધતા જતા કેસને કારણે થિયેટર બંધ થવા લાગ્યા અને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી. આ ફિલ્મ સિવાય રણવીર સર્કસ અને રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. સર્કસમાં રણવીર સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે લીડ રોલમાં છે. બીજી તરફ, રણવીર અને આલિયા ભટ્ટની જોડી ફરીથી રોકી અને રાનીની લવસ્ટોરીમાં સાથે જોવા મળશે. અગાઉ બંને ગલી બોય ફિલ્મમાં જોવા મળ્યા હતા જે ખૂબ જ હિટ રહી હતી

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયાનો દાવો, યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે કરી રહ્યા છે ઉપયોગ, ભારતે કહ્યુ તમામ સુરક્ષિત

Next Article