AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં અનુષ્કાએ વિરાટ અને વામિકાનો એક સુંદર ફોટો શેર કર્યો છે.

Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું - તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?
Ranveer Singh, Virat Kohli, Vamika
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 5:36 PM
Share

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ભલે હાલમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી ઘણી વખત તેના ફોટા અને વીડિયો શેર કરે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી માતા બન્યા પછી દરેક વ્યક્તિ તેની પુત્રી વામિકાની તસ્વીર જોવા માટે આતુર છે. અભિનેત્રી તેની પુત્રી સાથે ફોટા શેર કરે છે. પરંતુ તેમાં પુત્રીનો ચહેરો દેખાતો નથી.

અભિનેત્રીએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી (Virat Kohli ) અને પુત્રી વામિકા (Vamika)ની એક સુંદર તસ્વીર શેર કરી છે. આ ફોટાને થોડા કલાકોમાં લાખો લાઈક્સ મળી ચુક્યા છે. આ ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું, “મારું આખું હૃદય એક ફ્રેમમાં”. આ ફોટો જોઈને ચાહકો જ નહીં, બોલિવૂડ સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.

આ ફોટા પર કમેન્ટ કરતા રણવીર સિંહ (Ranveer Singh) લખે છે, ‘Haayee’અને દિલ વાળુ ઈમોજી બનાવે છે. આ વાંચનથી સ્પષ્ટ થાય છે કે તે વામિકાના પિતા અને પુત્રીની ક્ષણ જોઈને કેટલા અભિભૂત થઈ ગયા છે. જોકે રણવીર સિંહ અને દીપિકાના લગ્નને લગભગ 3 વર્ષ થયા છે. આવી સ્થિતિમાં ચાહકો સતત પૂછે છે કે તે ક્યારે પિતા બનશે.

થોડા સમય પહેલા રણવીર સિંહે ‘ધ ​​બિગ પિક્ચર’ શોમાં કહ્યું હતું કે તેને દીપિકા જેવી ક્યુટ અને પ્યારી દીકરી જોઈએ છે. આવી સ્થિતિમાં ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રણવીર પેરેન્ટહુટ માટે તૈયાર છે. રણવીરની આ કમેન્ટ પર એક યુઝરે લખ્યું, “આગળ તમારો નંબર છે…. નાનો રણવીર અથવા દીપિકા આપી દો “. અન્ય એક યુઝરે લખ્યું, ” રણવીર સિંહ અને દીપિકા પદુકોણ સારા સમાચાર ક્યારે આપી રહ્યા છો”.

અનુષ્કાએ અષ્ટમીના દિવસે ફોટો શેર કર્યો હતો

અભિનેત્રીએ અગાઉ દુર્ગાષ્ટમીના દિવસે પુત્રી વામિકાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ” દરરોજ તું મારામાં વધુને વધુ સાહસ બનાવી રહી છો. ભગવાન કરે તમારી અંદરની દેવીને તાકત મળે, મારી પ્રિય વામિકા. ”

આ ફોટો પર પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહે નજર ન લાગવા વાળી ઈમોજી શેર કરી હતી. તમને જણાવી દઈએ કે ત્રણેયે સાથે ‘દિલ ધડકને દો’માં કામ કર્યું હતું. ત્રણેય વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. અનુષ્કા શર્માએ ચાર વર્ષ પહેલા વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. હાલમાં અનુષ્કા દીકરી સાથે વધુને વધુ સમય વિતાવી રહી છે, તે જલ્દી કામ પર પરત ફરી શકે છે.

આ પણ વાંચો :- Photos :મૌની રોયની આ અદાઓ જોઈને વધી ચાહકોના દિલોની ધડકન, જુઓ તસ્વીરો

આ પણ વાંચો :-‘The Big Picture’ના સ્ટેજ પર ‘સૂર્યવંશી’ માટે પહોંચ્યા કેટરિના અને રોહિત, અક્ષયે પ્રમોશનથી કેમ રાખ્યું અંતર?દિલોની ધડકન, જુઓ તસ્વીરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">