રણવીર સિંઘ અને માનુષી છિલ્લરે ફેમિના રેડ કાર્પેટ પર પાથર્યો આકર્ષક અદાઓનો જાદુ

બોલિવુડમાં રેડ કાર્પેટ પર વોક કરવું એ દરેક સેલેબ્સનું સપનું હોય છે. તાજેતરમાં યોજાયેલી 'ફેમિના રેડ કાર્પેટ ઈવેન્ટ'માં (Femina Red Carpet Event) બોલિવુડના જાણીતા કલાકારોએ પોતાના મનમોહક અંદાજથી અનેક લોકોની પ્રશંશા મેળવી હતી.

રણવીર સિંઘ અને માનુષી છિલ્લરે ફેમિના રેડ કાર્પેટ પર પાથર્યો આકર્ષક અદાઓનો જાદુ
Ranveer Singh & Manushi Chhillar (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 06, 2022 | 5:42 PM

બૉલીવુડમાં અત્યારે એવોર્ડ્સ શોની મોસમ ખીલી હોય તેવો માહોલ સર્જાયો છે. 05/04/2022 એટલે કે ગઇકાલના રોજ, બોલિવુડના (Bollywood) એ-લિસ્ટર્સે ‘ફેમિના મેગેઝીન’ (Femina Magazine) દ્વારા આયોજિત ‘બ્યુટીફુલ ઇંડિયન 2022’ની (Beautiful Indian 2022) રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ રેડ કાર્પેટ ઈવેન્ટમાં જાણીતા કલાકારો આયુષ્માન ખુરાના, તાપસી પન્નુથી લઈને રશ્મિ દેસાઈ અને તેજસ્વી પ્રકાશ (Tejasvi Prakash) સુધી, ટેલીવુડની જાણીતી સેલિબ્રિટીઓએ તેમના ડિઝાઇનર લૂક્સ ફ્લોન્ટ કર્યા હતા, અને તેમના શાનદાર અપિરિયન્સથી પાપારાઝીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ઈવેન્ટમાં શો સ્ટોપર તરીકે રણવીર સિંઘ અને માનુષી છિલ્લર ચમકી રહ્યા હતા.

બોલિવુડના ન્યુ સુપરસ્ટાર રણવીર સિંહ ઈવેન્ટમાં પોતાની કાતિલ અદાઓ અને ડિઝાઇનર લૂક વડે રેડ કાર્પેટ પર આગ લગાવી હતી. જ્યારે મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે પણ ગાલા ઇવેન્ટમાં તેની શાનદાર હાજરી દર્શાવી હતી.

રણવીર સિંઘે આ ભવ્ય સાંજ માટે બ્લેક ટક્સ સ્યૂટ પહેર્યો હતો. તેણે બ્લેક ફ્રેમવાળા ચશ્મા સાથે પોતાનો આ લુક પૂરો કર્યો હતો. અભિનેતાએ કેમેરાની સામે મજેદાર અંદાજમાં ‘કુલ પોઝ’ આપ્યા હતા.

બીજી તરફ, માનુષી બ્લેક ડ્રેસમાં ‘ગોર્જિયસ બાર્બીડોલ’ જેવી લાગતી હતી. આ ઈવેન્ટ માટે તેણીએ બ્લેક કલરનો પેન્ટ સ્યૂટ પસંદ કર્યો હતો. તે રેડ કાર્પેટ પર ચાલતી વખતે ખૂબ જ સુંદર દેખાતી હતી. કેમેરાની સામે ક્યૂટ પોઝ આપતી વખતે તેણીએ તેનું તેજસ્વી સ્મિત પણ આપ્યું હતું.

જો કે, વર્ક ફ્રન્ટ પર, રણવીર સિંહ આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. ગલી બોય પછી આ ફિલ્મમાં બીજી વાર આલિયા અને રણવીર એકસાથે જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ જોહર કરશે.

‘મિસ વર્લ્ડ’ માનુષી વિશે વાત કરીએ તો, તેણી અક્ષય કુમાર સ્ટારર પૃથ્વીરાજ સાથે બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. આ ક્લાસિક પિરિયડ ડ્રામા આગામી તા. 3 જૂનના રોજ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. યશ રાજ ફિલ્મ્સ પૃથ્વીરાજ સાથે તેની પ્રથમ ઐતિહાસિક ફિલ્મ બનાવી રહી છે, જે નીડર અને શકિતશાળી રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને બહાદુરી પર આધારિત છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર સુપ્રસિદ્ધ યોદ્ધાની ભૂમિકા નિભાવતો જોવા મળશે જેણે નિર્દય આક્રમણખોર મુહમ્મદ ઘોરી સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. માનુષીને અક્ષયની સામે પૃથ્વીરાજની પ્રિય રાજકુમારી સંયોગિતા તરીકે કાસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Akshay Kumarને પસંદ આવ્યું ભોપાલનું ભોજન, સ્વાદને કારણે બગડ્યો અભિનેતાનો ‘ડાયટ પ્લાન’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati