રણવીર સિંહ અને આલિયા ભટ્ટે તેમની અનોખી અદાઓથી IITA સમારોહમાં લગાવી આગ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટે તેમની અનોખી અદાઓથી IITA સમારોહમાં લગાવી આગ
Ranveer SIngh & Alia Bhatt (File Image)

ગઇકાલે IITA સમારોહમાં આલિયા ભટ્ટ પછી રાખી સાવંત રેડ કાર્પેટ પર લોકપ્રિય અભિનેતા રણવીર સિંહને મળી હતી અને તેને હગ આપ્યું હતું. બંનેએ કેમેરાની સામે ઠુમકા પણ લગાવ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Mar 07, 2022 | 5:51 PM

બોલીવુડમાં (Bollywood) અવાર નવાર કોઈને કોઈ એવોર્ડ ફંક્શન્સ યોજાતા રહે છે. તેમાં ફિલ્મી સિતારાઓ તેમની અવનવી ફેશન સેન્સને લઈને સતત સુરખીઓમાં રહે છે. ત્યારે ગઈકાલે યોજાયેલા ITAA સમારોહમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રાખી સાવંત, (Rakhi Savant) , આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણવીર સિંઘે (Ranveer Singh) તેમની અનોખી અદાઓ અને ફેશન સેન્સ વડે આ એવોર્ડ શોની તમામ લાઈમલાઈટસ ચોરી લીધી હતી.

રાખી સાવંત ગઈકાલે રાત્રે (06/03/2022) ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ઉર્ફે આલિયા ભટ્ટને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. રાખી સાવંતે IITA સમારોહની તમામ લાઈમલાઈટ્સ પોતાની તરફ વાળી લીધી હતી. રાખી સાવંત આ માટે ‘અતરંગી’ અવતારમાં આવી હતી.

પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સરે તો અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt ) સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો અને તેને કિસ પણ કરી હતી. રાખીએ ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના પાવર-પેક્ડ અભિનય માટે આલિયા ભટ્ટની પ્રશંસા કરી હતી. “આલિયા, તું શ્રેષ્ઠ અભિનેત્રી છે. આલિયા, તું રોકસ્ટાર છે. તારી ફિલ્મ 200 કરોડની કમાણી કરશે.” રાખીએ પાપારાઝી સાથે વાત કરતા કહ્યું હતું.

આ સમારોહ માટે આલિયા ભટ્ટે સિલ્વર રંગની સાડી પર પસંદગી ઉતારી હતી, જેમાં તે અદભૂત દેખાતી હતી. રાખીએ ઓલ-બ્લેક આઉટફિટ પર પસંદગી ઉતારી હતી, અને તેણીએ તેના માથા પર એક વિશાળ લાલ ગુલાબ પણ લગાવ્યું હતું.

આલિયા ભટ્ટ પછી રાખી સાવંત રેડ કાર્પેટ પર લોકપ્રિય અભિનેતા રણવીર સિંહને (Ranveer Singh) મળી હતી અને તેને હગ આપ્યું હતું. ત્યારબાદ બંનેએ કેમેરાની સામે ઠુમકા પણ લગાવ્યા હતા. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

રાખી સાવંતે જ્યારથી તેના પતિ રિતેશ સાથે છૂટાછેડાની જાહેરાત કરી ત્યારથી તેણી સતત લાઈમલાઈટમાં છે. સલમાન ખાનના શો બિગ બોસ 15 માં પણ તેણી ચમકી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડે 2022ના એક દિવસ પહેલા રાખી અને રિતેશ એકબીજાથી અલગ થઈ ગયા હતા. તેણે છૂટાછેડાની જાહેરાત કરવા માટે તેના ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન શેર કર્યું. “પ્રિય મિત્રો અને શુભેચ્છકો, અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે રિતેશ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે.

બિગ બોસ 15 શો પછી ઘણું બધું થયું છે અને હું કેટલીક બાબતોથી અજાણ હતી, જે મારા નિયંત્રણની બહાર હતી. અમે મતભેદો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મને લાગે છે કે અમે બંને સૌહાર્દપૂર્ણ રીતે આગળ વધીએ અને અમે બંને અલગથી અમારા જીવનનો આનંદ માણીએ તે શ્રેષ્ઠ છે. હું ખરેખર દુઃખી અને દિલગીર છું કે આ વેલેન્ટાઈન ડે પહેલા થવાનું છે, પરંતુ નિર્ણય લેવો પડશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ તેણી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને રણવીર સિંઘ તેણી ફિલ્મ ’83’ થી સતત ચર્ચામાં છે. 

આ પણ વાંચો – Sa Re Ga Ma Pa Winner : નીલાંજના બની’સારેગામપા’ની વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 10 લાખ રૂપિયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati