AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Alia Wedding : સ્ટાર કપલના લગ્ન પૂર્વે, ઋષિ અને નીતુ કપૂરના રિસેપ્શન કાર્ડ થયું વાયરલ

નીતુ કપૂર અને ઋષિ કપૂરે આરકે સ્ટુડિયોમાં (RK Studios) વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. તેઓએ તેમના મિત્રો અને પરિવારના સભ્યો માટે 23 જાન્યુઆરી, 1980ના રોજ તેમના લગ્નનું રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

Ranbir Alia Wedding : સ્ટાર કપલના લગ્ન પૂર્વે, ઋષિ અને નીતુ કપૂરના રિસેપ્શન કાર્ડ થયું વાયરલ
Neetu Kapoor & Family (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:21 PM
Share

બોલીવુડમાં આજકાલ દરેક લોકો માત્ર ને માત્ર આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્ન વિષે જ ચર્ચા કરી રહ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લા 5 વર્ષથી રિલેશનશીપમાં છે. તેઓએ તેમની રિલેશનશિપ ઓફિશિયલ અભિનેત્રી સોનમ કપૂર આહુજાના (Sonam Kapoor Ahuja) વેડિંગ રિસેપ્શન ખાતે કરી હતી. જો કે, અત્યારે પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના લગ્ન સૂચક મૌન સેવ્યું છે. પરંતુ બોલીવુડમાં અત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે રણબીર અને આલિયા આગામી તા. 13 અને 18 એપ્રિલની વચ્ચે લગ્ન કરવા માટે તૈયાર છે.

View this post on Instagram

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

નીતુ કપૂર અને ઋષિ કપૂરે આરકે સ્ટુડિયોમાં વર્ષ 1980માં લગ્નના શપથ લીધા હતા. તેઓએ તેમના મિત્રો અને પરિવારના સભ્યો માટે 23 જાન્યુઆરી, 1980ના રોજ તેમના લગ્નનું રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમના સ્વાગત આમંત્રણ પર લખાણ લખવામાં આવ્યું હતું, “શ્રી અને શ્રીમતી રાજ કપૂર તેમના પુત્ર ઋષિ (સ્વ. શ્રી અને શ્રીમતી પૃથ્વીરાજ કપૂરના પૌત્ર) નીતુ (શ્રીમતી રાજીની પુત્રી) સાથેના લગ્નના રિસેપ્શનના શુભ અવસર પર તમારી કંપનીનો આનંદ માણવા માટે વિનંતી કરે છે. શુભ સમય : બુધવારે 23 જાન્યુઆરી 1980ના રોજ.”

રણબીર અને આલિયાના લગ્ન પર પાછા ફરતા, અભિનેતાની બેચલર પાર્ટીની તેમના ગેસ્ટ લિસ્ટની વિગતો હવે બહાર આવી છે. તેમના લગ્નના મહેમાનોની યાદીમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, શાહરૂખ ખાન અને વધુ જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.

અગાઉ, સેલેબ્રિટી ગોસિપ વેબસાઇટ પિંકવિલાએ ખુલાસો કર્યો હતો કે, રણબીર કપૂર અને પરિવારનું મહેંદી ફંક્શન 13મી એપ્રિલના રોજ આરકે હાઉસ ખાતે યોજાશે. જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયા આગામી તા. 15/04/2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કરશે. તેઓ પંજાબી પરંપરા મુજબ લગ્ન કરશે અને 15મી રાત્રે એટલે કે 16મીએ વહેલી સવારે 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે લગ્નના સાત ફેરાના શપથ લેશે.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

આ પણ વાંચો – Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, પંજાબી રીતિ-રિવાજથી બંને લગ્ન કરશે

g clip-path="url(#clip0_868_265)">