AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamita Shetty અને રાકેશ બાપટે કરી તેમના સંબંધની પુષ્ટિ ? હાથોમાં હાથ રાખીને શેર કર્યો ફોટો

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી મોડી રાત્રે ડિનર ડેટ પર ગયા હતા. હોટલની બહારથી આવેલ આ જોડીની તસ્વીર ખૂબ વાયરલ થઈ હતી.

Shamita Shetty અને રાકેશ બાપટે કરી તેમના સંબંધની પુષ્ટિ ? હાથોમાં હાથ રાખીને શેર કર્યો ફોટો
Shamita Shetty, Raqesh Bapat
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 11:34 PM
Share

શમિતા શેટ્ટી (Shamita Shetty) અને રાકેશ બાપટ (Rakesh Bapat) બિગ બોસ ઓટીટી (Big Boss OTT) માંથી બહાર નીકળ્યા બાદ પણ સમાચારોમાં રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ જોડીના સમાચારો સતત વાંચવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં હવે આ જોડી વચ્ચે પ્રેમ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ જાણે છે કે શમિતા અને રાકેશ એકબીજાને ખૂબ પસંદ કરે છે.

આ જોડી સાથે હવે ઘણો સમય વિતાવી રહ્યા છે. આ જોડી મુંબઈમાં ડિનર ડેટ પર જોવા મળી હતી. હવે આ ડિનર ડેટની તસ્વીર સામે આવી છે. તેમના સંબંધો પર સંપૂર્ણ મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, જ્યારે આ જોડી સાથે દેખાઈ ત્યારે તેઓએ એકબીજાનો હાથ પકડ્યો હતો.

રાત્રિ ભોજન સમયે રાકેશ બાપટે હોટલની અંદરથી પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં શમિતા અને રાકેશે એકબીજાનો હાથ પકડ્યો હતો અને તસ્વીર શેર કરતી વખતે રાકેશે લખ્યું હતું કે, ‘તું અને હું’ શારા. આ તસ્વીર શેર કરતી વખતે તેમણે હાર્ટ ઇમોજી પણ મુકી હતી. આ તસ્વીર જોયા બાદ આ જોડીના ચાહકો સમજી ગયા છે. હવે આ જોડી સંપૂર્ણપણે એક સાથે આવી ગઈ છે. આ તસ્વીર શેર કરીને બંનેએ પોતાના સંબંધોની પુષ્ટિ કરી છે.

બિગ બોસ ઓટીટી દરમિયાન જ રાકેશ અને શમિતા એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જ્યારે આ સમય દરમિયાન પ્રથમ વખત શમિતાએ બિગ બોસના ઘરમાં રાકેશ સાથે તેમના અંગત જીવનનું રહસ્ય ઉજાગર કર્યું હતું, ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે “તે એક માણસને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ એક કાર અકસ્માતમાં તેમનું અવસાન થઈ ગયું ત્યારથી તે એકલી છે. હવે શમિતા શેટ્ટી પણ બિગ બોસ 15 ના ઘરમાં પ્રવેશ કરવા જઇ રહી છે. જેના માટે તે સંપૂર્ણપણે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસના ઘરમાં ગયા બાદ શમિતા સંપૂર્ણપણે અંદર બંધ થઈ જશે. જેના કારણે આ સમયે આ જોડી એક સાથે બહારનો ખાસ સમય સાથે વિતાવી રહ્યું છે.

રિદ્ધિ ડોંગરાની પ્રતિક્રિયા

રિદ્ધિ ડોંગરા રાકેશ બાપટની ભૂતપૂર્વ પત્ની છે. રિદ્ધિ ડોંગરા શમિતા અને રાકેશને સાથે જોઈને ખૂબ જ ખુશ છે. રિદ્ધિએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું છે કે, રાકેશ જો તેના નવા સંબંધમાં ખુશ છે, તો તે પણ ખૂબ ખુશ છે. કારણ કે આ સંપૂર્ણપણે તેમની અંગત બાબત છે.

આ પણ વાંચો :- Fraud Case : છેતરપિંડીના કેસમાં દિલીપ છાબરિયાના પુત્રની પણ ધરપકડ, કપિલ શર્માએ નોંધાવી હતી FIR

આ પણ વાંચો :- ‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ

g clip-path="url(#clip0_868_265)">