Raj kundra case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધશે, એપમાંથી મળી 50 થી વધુ અશ્લીલ ફિલ્મો

રાજ કુંદ્રાની (Raj Kundra) ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ વચ્ચે અહેવાલ આવ્યા છે કે એપમાંથી 50 થી વધુ અશ્લીલ ફિલ્મો મળી આવી છે. જેને લઈને હવે કુંદ્રાની મુશ્કેલીઓ વધશે એવું કહેવાય છે.

Raj kundra case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધશે, એપમાંથી મળી 50 થી વધુ અશ્લીલ ફિલ્મો
Raj Kundra's troubles will increase
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 1:31 PM

રાજ કુંદ્રા (Raj Kundra) આ દિવસોમાં પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં (Raj Kundra Case) જેલમાં છે. રાજને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ મામલે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ પણ નથી લઈ રહી. પોલીસ સ્પષ્ટ કરી રહી છે કે તેમની પાસે રાજ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. આ દરમિયાન પોલીસે કેટલીક અશ્લીલ ફિલ્મો પણ જપ્ત કરી છે.

હવે હોટશોટ્સ એપમાંથી 51 અત્યંત વાંધાજનક અને અશ્લીલ ફિલ્મો જપ્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારી વકીલે શનિવારે બોમ્બે હાઈકોર્ટને જાણ કરી હતી કે “મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા બે એપમાંથી 51 અશ્લીલ ફિલ્મો જપ્ત કરવામાં આવી છે”. આ ફિલ્મોનું સીધું જોડાણ રાજ કુંદ્રા સાથે જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જેલમાં છે રાજ કુંદ્રા

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ માટે એક એક દિવસ જેલમાં વિતાવવો મુશ્કેલ બની રહ્યો છે. આ જ કારણ છે કે રાજ કુંદ્રા સતત તેમના વકીલ સાથે કોર્ટમાંથી જામીન માટે અરજી કરી રહ્યો છે. રાજને 27 જુલાઈના રોજ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. જે બાદ રાજ કુંદ્રાના વચગાળાના જામીન અંગેનો નિર્ણય 2 ઓગસ્ટે મુંબઈની સેશન્સ કોર્ટમાં લેવામાં આવશે.

આ કેસના તાર દેશના વિવિધ ભાગો સાથે જોડાયેલા જણાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ પણ રાજ કુંદ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. શર્લિને કહ્યું છે કે રાજે તેની સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.

શિલ્પા શેટ્ટી પણ શંકાસ્પદ!

પોલીસ ટીમ દ્વારા શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) પણ બારીકાઈથી પૂછપરછ કરવામાં આવી છે, એટલું જ નહીં, પોલીસે શિલ્પાને ક્લીનચીટ આપી નથી, કારણ કે તેમને આ એપિસોડમાં શિલ્પાની સંડોવણીની પણ શંકા છે. અહેવાલો અનુસાર શિલ્પા પણ તે ખાતાનો સતત ઉપયોગ કરતી હતી જેમાં આ ફિલ્મોના પૈસા જમા થતા હતા. તે જ સમયે, શિલ્પાએ પોલીસને જણાવ્યું છે કે તેણીને પતિના આ ધંધા વિશે કંઈ ખબર નથી. જોકે, પોલીસ હજુ સુધી શિલ્પાની સંડોવણી અંગે કંઈ કહી રહી નથી.

આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ

આ પણ વાંચો: Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">