Raj Kundra Case: પોર્નોગ્રાફી કેસમાં ફરાર આરોપી યશ ઠાકુરનો ચોંકાવનારો ખુલાસો, રાજ કુંદ્રાએ ધરપકડ રોકવા માટે ક્રાઈમ બ્રાંચને આપી 25 લાખની લાંચ!

|

Jul 22, 2021 | 10:24 PM

યશ ઠાકુરે(Yash Thakur) એવો દાવો કર્યો છે કે તેમણે માર્ચ મહિનામાં આ મામલે મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Buero)ને પણ ફરિયાદ કરી હતી.

Raj Kundra Case: પોર્નોગ્રાફી કેસમાં ફરાર આરોપી યશ ઠાકુરનો ચોંકાવનારો ખુલાસો, રાજ કુંદ્રાએ ધરપકડ રોકવા માટે ક્રાઈમ બ્રાંચને આપી 25 લાખની લાંચ!
Raj Kundra

Follow us on

રાજકુંદ્રા પોર્નોગ્રાફી કેસ(Raj Kundra Pornography Case)માં ફરાર આરોપીએ ચોકાવનારો દાવો કર્યો છે. આરોપી યશ ઠાકુરના દાવાએ પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા કર્યા છે. યશ ઠાકુરે દાવો કર્યો છે કે ધરપકડ રોકવા માટે રાજ કુંદ્રાએ ક્રાઈમ બ્રાંચને 25 લાખ રૂપિયાની લાંચ (Bribe) આપી હતી. યશ તો એમ પણ કહે છે કે પોલીસે તેની પાસેથી પણ લાંચ માંગી હતી. તેના દાવા બાદ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે.

 

યશ ઠાકુરે(Yash Thakur) એવો દાવો કર્યો છે કે તેમણે માર્ચ મહિનામાં આ મામલે મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Buero)ને પણ ફરિયાદ કરી હતી. તેમણે આ વિશે એક ઈમેઈલ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે ક્રાઈમ બ્રાંચના અધિકારીએ રાજ કુંદ્રા પાસેથી 25 લાખ રૂપિયાની લાંચ લીધી છે. તેમનું કહેવું છે કે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Buero)એ આ મેઈલ એપ્રિલમાં જ મુંબઈ પોલીસ કમિશનરને તપાસ માટે મોકલી આપેલો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

‘ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રા પાસેથી લીધી લાંચ’

તમને જણાવી દઈએ કે યશ ઠાકુર પોતે પોર્ન ફિલ્મ કેસમાં આરોપી છે. તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. હાલ તે ફરાર છે બોલીવુડ અભીનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તે 23 જુલાઈ સુધી કિલા કોર્ટ પોલીસના રિમાન્ડ પર છે.

 

પોર્નોગ્રાફી સાથે જોડાયેલા એક કેસમાં રાજકુંદ્રાની ધરપકડ થયા બાદ હવે તેના બનેવી પ્રદીપ બક્ષીની સમસ્યાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે કેનરીન કંપનીના સીઈઓ પ્રદીપ બક્ષી સામે લુક આઉટ નોટિસ પણ ઈસ્યુ કરી છે.

 

રાજ કુંદ્રાના બનેવી પર પણ સકંજો કસાયો

મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે રાજ કુંદ્રાનો સંબંધી પ્રદીપ બક્ષી યુકેમાં રહીને જુદા જુદા પ્લેટફોર્મ પર પોનોગ્રાફીક કન્ટેન્ટ અપલોડ કરતો હતો. આ કેસમાં તેને આરોપી પણ બનાવવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈ પોલીસે બુધવારે સાંજે રાજ કુંદ્રાની મુંબઈ સ્થિત વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસ અને અન્ય કેટલાક અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.

 

આ પણ વાંચો :  Raj Kundra Case: ઠાકરે સરકારના ‘ઓપરેશન ક્લીન’નું પરિણામ રાજ કુન્દ્રાની ધરપકડ! શું કમિશ્નર હેમંત નાગરાલે ચલાવી રહ્યા છે સફાઈ અભિયાન?

 

Next Article