AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતથી પકડાયેલા તનવીર હાશ્મીએ કબૂલ્યું, કુંદ્રા માટે ન્યૂડિટી સાથેની ફિલ્મો બનાવતો હતો, જાણો વિગત

રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. કુંદ્રાની કંપનીના ચાર કર્મચારીઓ સાક્ષી બનવા તૈયાર થઇ ગયા છે. જ્યારે તનવીર હાશ્મીએ પણ મોટી કબુલાત કરી છે.

સુરતથી પકડાયેલા તનવીર હાશ્મીએ કબૂલ્યું, કુંદ્રા માટે ન્યૂડિટી સાથેની ફિલ્મો બનાવતો હતો, જાણો વિગત
Raj Kundra case accused Tanveer Hashmi's confession
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:00 AM
Share

રાજ કુંદ્રા (Raj Kundra) સિવાય ઘણા લોકોની અશ્લીલ મૂવી બનાવવા અને એપ્સ પર અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આમાં તનવીર હાશ્મીનું (Tanveer Hashmi) નામ પણ શામેલ છે. જે સુરતનો હોવાના અહેવાલ આવ્યા હતા. હાલ તનવીર હાશ્મી જામીન પર બહાર છે. રાજ કુંદ્રા કેસમાં તનવીર હાશ્મીની મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai Crime Branch) દ્વારા લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે કબૂલાત કરી છે કે તે ન્યૂડીટી સાથે ટૂંકી ફિલ્મો બનાવતો હતો, પરંતુ પોર્નોગ્રાફી નહીં.

અહેવાલ અનુસાર તનવીરે ખુલાસો કર્યો છે કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેને જણાવ્યું કે રાજ કુંદ્રા જાણતો હતો કે તને સમન્સ મોકલવામાં આવશે. તનવીરનું કહેવું છે કે તે ક્યારેય રાજ ​​કુંદ્રાને મળ્યો નથી. તનવીરે એમ પણ કહ્યું- મને ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રા અંગે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે શું હું ક્યારેય તેને મળ્યો છું? મેં તેમને કહ્યું કે હું મારા જીવનમાં ક્યારેય રાજ ​​કુંદ્રાને મળ્યો નથી.

તનવીર હાશ્મીએ ખુલાસો કર્યો

આ સાથે, તનવીરે એમ પણ કહ્યું કે તે રાજ કુંદ્રાની એપ માટે કન્ટેન્ટ બનાવતો હતો, પરંતુ તે કુંદ્રાની કંપનીમાં સીધી રીતે નહોતો જોડાયેલો. તનવીરે તેના કન્ટેન્ટ વિશે જણાવ્યું હતું કે અમે 20 થી 25 મિનિટની ટૂંકી ફિલ્મો બનાવતા હતા, જેમાં ન્યૂડીટી હતી, પરંતુ જો તમે તેને તાર્કિક રૂપે સમજો છો તો તેને પોર્ન કહી શકાય નહીં, પરંતુ હા તમે તેને સોફ્ટ પોર્ન કહી શકો છો.

રાજ કુંદ્રા સંબંધિત પ્રશ્નો પૂછ્યા

આ સ્થિતિમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આ કેસમાં રાજ કુંદ્રાની કંપનીના ચાર કર્મચારી સાક્ષી બન્યા છે. અહેવાલ મુજબ, જ્યારે તનવીરને સાક્ષી બનવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો – સૌથી પહેલાં તો મેં કોઈ ગુનો કર્યો નથી અને સાક્ષી બનવાનો સવાલ ઉભો થતો નથી. ક્રાઈમ બ્રાંચે મને રાજ કુંદ્રા સંબંધિત નિયમિત પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ મેં તેમને આપ્યા.

“મેં ક્યારેય પોર્ન ફિલ્મો બનાવી નથી”

તનવીરે વધુમાં કહ્યું કે, એક વાત કહી દઉં કે મેં ક્યારેય પોર્ન ફિલ્મો બનાવી નથી અને પૂછપરછ દરમિયાન મેં આ જ વાત કહી હતી, પરંતુ પોલીસ મારા જવાબોથી સંતુષ્ટ નહોતી, તેથી મને જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે હું તપાસનો ભાગ છું અને મેં મારા તરફથી મારું કામ કર્યું છે. પોલીસે મને પૂછપરછ માટે ફરીથી આવવાનું કહ્યું નથી.

આ પણ વાંચો: કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ફિલ્મ ‘Shershaah’ વિશે શું કહ્યું તેમના માતા-પિતાએ, જાણો

g clip-path="url(#clip0_868_265)">