AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shershah trailer release: શૌર્યની ગાથા સાથે ‘શેરશાહ’ નું ટ્રેલર રિલીઝ, ફેન્સ થઈ જશે દિવાના

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:24 PM
Share

આપને જણાવી દઈએ કે ફિલ્મ શેરશાહ અગાઉ 2 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે

વિક્રમ બત્રા (Vikram Batra) ના જીવન પર આધારિત ફિલ્મ ‘શેરશાહ’ (Shershaah) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ‘શેરશાહ’ નું ટ્રેલર આજે ચાહકોની સામે ખૂબ જ ખાસ રીતે રજૂ કરાયું છે. કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ શેરશાહમાં મુખ્ય ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) જોવા મળશે.

શેરશાહ ફિલ્મ કારગિલ યુદ્ધમાં પરમ વીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાની શૌર્ય ગાથા પર આધારિત છે. કારગિલ (Kargil) યુદ્ધ દરમિયાન, કેપ્ટન વિક્રમ બત્રાનું ‘કોડનેમ’ શેરશાહ હતું. એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાની સેના વિક્રમ બત્રાને માત્ર શેરશાહના નામથી જ જાણતી હતી.

શેરશેહ ટ્રેલર રિલીઝ

ટ્રેલરમાં, વિક્રમના અંગત જીવનથી લઈને યુદ્ધ દરમિયાન સુધી વિક્રમ બત્રાની પ્રત્યેક ક્ષણ બતાવવામાં આવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે શહીદ વિક્રમે પાકિસ્તાની સેનાને ધુલ ચટાવી દિધી હતી. આ સાથે ટ્રેલરમાં તેમની પર્સનલ લાઇફ પણ રજૂ કરવામાં આવી છે.

ટ્રેલરમાં વિક્રમ બત્રા બનનાર સિદ્ધાર્થે તેમની ભૂમિકામાં પ્રાણ પાથર્યા છે. ટ્રેલર ઉત્તેજનાથી ભરેલું છે. ટ્રેલર જોઇને ચાહકોની આંખો ભીની થવાની છે. ચાહકો વચ્ચે આ ટ્રેલર રિલીઝ થતાં જ લોકપ્રિય થઈ ગયું છે. વિક્રમનો દિલ માંગે મોરનો સંવાદ આજકાલ તમામ દેશવાસીઓની જીભ પર ચડ્યો છે.

અહી જુઓ ટ્રેલર

 

હવે 12 ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ની વાર્તા ચાહકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થે પરમ વીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું છે. કારગિલ યુદ્ધ દરમિયાન, કેપ્ટન બત્રાએ મહત્વપૂર્ણ શિખર પોઈન્ટ 4875 કબજે કરવામાં પોતાના જીવનું બલિદાન આપ્યુ હતું. આપને જણાવી દઈએ કે વિક્રમ બત્રાની બહાદુરી માટે તેમને યુનિટના સભ્યો વચ્ચે શેરશાહ કહેવામાં આવાત હતા.

 

આ પણ વાંચો :- The Kapil Sharma Show Promo: કપિલ શર્મા સાથે શો પર જવા માટે આખી ટીમની સીટ થઈ કન્ફર્મ, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Newly Weds: લગ્ન પછી રાહુલ વૈદ્ય સાથે પહેલીવાર શોપિંગ પર નિકળી દિશા પરમાર, મુંબઇમાં ચશ્માની દુકાન પર થયા સ્પોટ

g clip-path="url(#clip0_868_265)">