Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

TV9 GUJARATI

|

Updated on: Sep 21, 2021 | 11:55 PM

Raj kundra:19 જુલાઈએ પૂછપરછ બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા પર પૂનમ પાંડે સહિત અનેક મોડલે આરોપ પણ લગાવ્યા છે. હવે આજે રાજ જેલમાંથી મુક્ત થયો છે.

Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી
Raj kundra

Follow us on

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રાને (Raj Kundra) આજે એટલે કે મંગળવારે જામીન મળ્યા છે. રાજને અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસમાં સોમવારે 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા. રાજ કુન્દ્રા જુલાઈથી જેલમાં બંધ હતા. હવે તેમના જામીન ઓર્ડરની નકલ બહાર આવી છે, જે મુજબ રાજ કોર્ટના આદેશ વિના દેશ છોડી શકશે નહીં. સમાચાર અનુસાર રાજ કુન્દ્રા (raj kundra case)એ પોતાનું સરનામું, મોબાઈલ નંબર બરાબર જણાવવાનું રહેશે. જો તે કોઈ કારણસર પોતાનું ઘરનું સરનામું બદલે છે તો તેણે આ વિશે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવી પડશે.

રાજ કુન્દ્રાનો જામીન ઓર્ડર

તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાના જામીન ઓર્ડરમાં તેમના માટે ઘણા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ  ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે આરોપીના કેસ મુજબ તેણે ભૂલથી આ ગુનો કર્યો છે અને તેમાં તેની કોઈ સક્રિય ભૂમિકા નથી. તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપી (રાજ કુન્દ્રા) મુંબઈનો રહેવાસી છે અને તેઓ મુદત પર હાજર રહેવા માટે તૈયાર છે.

એટલું જ નહીં, આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચાર્જશીટમાં રાજ અને આરોપી રાયન થાર્પ પર 354સી, 292, 293, 420, 66ઈ, 67 જેવી ઘણી ગંભીર કલમો લાદવામાં આવી છે. જો કે કોર્ટે કહ્યું કે ચાર્જશીટમાં નાણાંની લેવડદેવડને આધાર બનાવવામાં આવ્યો છે. એવામાં આ ઓફેન્સ નથી જે આરોપી સામે લાદવામાં આવ્યો છે.

એટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું છે કે વિઆન ઈન્ડસ્ટ્રીઝના સર્વર, લેપટોપ અને મોબાઈલ તપાસ અધિકારીની કસ્ટડીમાં રહેશે. કોઈપણ પ્રકારના પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે, તેથી સાયબર નિષ્ણાતના રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવાના આરોપમાં રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈ 2021ની રાત્રે ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે રાજ સામે પૂરતા પુરાવા છે. જુલાઈમાં રાજ કુન્દ્રાની સાથે તેના એક સહયોગી રાયન થોર્પેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં લગભગ 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 43 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- Video: અમિતાભ બચ્ચનને દૌહિત્રી નવ્યા પર થયો ગર્વ, પિયાનો વગાડતા જોઈને થયા ખૂબ ખુશ

આ પણ વાંચો :- Hina Khanએ પોતાની કાતિલ અદાઓથી લૂંટ્યું ચાહકોનું દિલ, ઓરેન્જ આઉટફિટમાં મચાવ્યો કહેર

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati