AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghav Juyal Girlfriend : રાઘવનું દિલ આવ્યુ આ વિદેશી સુંદરી પર, જાણીને શક્તિ મોહનના ફેન્સનું તૂટશે દિલ

જાણવા મળી રહ્યુ છે કે રાઘવ અને સાત સમંદર પારની આ હસીનાની મુલાકાત 2017માં એક ટ્રેક દરમિયાન થઈ હતી, જ્યાં પહેલા મિત્રતા થઈ હતી અને પછી બંનેએ 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

Raghav Juyal Girlfriend : રાઘવનું દિલ આવ્યુ આ વિદેશી સુંદરી પર, જાણીને શક્તિ મોહનના ફેન્સનું તૂટશે દિલ
Raghav Juyal
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 5:34 PM
Share

ટીવીના ફેમસ ડાન્સ શો ડાન્સ દીવાનેના હોસ્ટ રાઘવ જુયાલ (Raghav Juyal) પોતાના અનોખ અંદાજથી લોકો સાથે હસી મજાક કરતા રહે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં રાઘવ ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છે. શોમાં રાઘવ ઘણીવાર શોની જજ શક્તિ મોહન (Shakti Mohan) સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે, પરંતુ તમને જણાવી દઇએ કે રાઘવના દિલમાં શક્તિએ નહીં પરંતુ દૂર દેશની એક છોકરીએ જગ્યા બનાવી છે.

જે લોકો વિચારી રહ્યા છે કે રાઘવના દિલમાં શક્તિના પ્રેમની ઘંટડીઓ વાગે છે, તો તેઓ ગેરસમજમાં છે કારણ કે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાઘવ હાલમાં એક સ્વીડિશ છોકરીને ડેટ કરી રહ્યો છે. બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં આ લવ બર્ડ્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં આ સ્વીડિશ યુવતીનું નામ સારાહ અર્હ્યુસિયસ જણાવવામાં આવી રહ્યું છે. સારા ઈન્ટિમેસી પ્રોફેશનલ્સની એક ભારતીય ફર્મની સહ-સ્થાપક પણ છે અને આ બંને વચ્ચેનો સંબંધ હમણાં જ નહીં પરંતુ 2018થી છે.

જો કે રાઘવે અત્યાર સુધી તેના સંબંધો અંગે કોઈ માહિતી કે જાહેરાત કરી નથી, પરંતુ સારાએ પોતે તેના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પરથી રાઘવ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરીને ચર્ચાનું બજાર ગરમ કર્યું છે.

જાણવા મળી રહ્યુ છે કે રાઘવ અને સાત સમંદર પારની આ હસીનાની મુલાકાત 2017માં એક ટ્રેક દરમિયાન થઈ હતી, જ્યાં પહેલા મિત્રતા થઈ હતી અને પછી બંનેએ 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સારા અવારનવાર રાઘવને મળવા આવતી હોય છે અને રાઘવ પણ તેના લેડી લવને મળવા તેના દેશ ગયો હતો. જો કે રાઘવના કેટલાક ખાસ મિત્રો અને પરિવારના સભ્યો સારા વિશે જાણે છે, પરંતુ રાઘવ આ સંબંધને ખૂબ જ ગુપ્ત રાખવા માંગતો હતો.

પરંતુ હવે જ્યારે સારા સાથેના તેના સંબંધોનો હવે જાહેર થઇ રહ્યા છે, ત્યારે તે જોવાનું રહેશે કે શું રાઘવ આ અંગે સ્પષ્ટતા કરશે કે પછી તે સારા સાથે ડેટિંગને માત્ર અફવા ગણાવશે. રાઘવના કરિયરની વાત કરીએ તો તેણે 2015માં આવેલી ફિલ્મ એબીસીડી 2થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. રાઘવ એક ડાન્સર, કોરિયોગ્રાફર તેમજ એક સારો કોમેડિયન છે. તે જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે લોકો હસ્યા વગર રહી શકતા નથી.

આ પણ વાંચો –

NCL Recruitment 2021: NCLમાં એપ્રેન્ટિસની 1295 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, આ રીતે કરો અરજી

આ પણ વાંચો –

UPSC Success Story: સોશિયલ મીડિયાથી અંતર રાખીને અંકિતા બની IAS ઓફિસર, જાણો તેમની સક્સેસ ટિપ્સ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">