AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Case: શિલ્પાના સપોર્ટમાં આવી રહ્યા છે બોલીવૂડ સેલેબ્સ, હંસલ મહેતા પછી આ મોટા કલાકારે આપ્યો સાથ

રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પાને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. જાહેર છે કે શિલ્પાએ એક પોસ્ટ મુકીને તે વિશે મૌન પણ તોડ્યું હતું. હવે આર માધવન શિલ્પાના સમર્થનમાં આવ્યા છે.

Raj Kundra Case: શિલ્પાના સપોર્ટમાં આવી રહ્યા છે બોલીવૂડ સેલેબ્સ, હંસલ મહેતા પછી આ મોટા કલાકારે આપ્યો સાથ
R Madhavan came to support Shilpa Shetty in her difficult times
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:07 AM
Share

19 જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Raj Kundra Case) પોર્નોગ્રાફી સામગ્રી બનાવવા અને એપ્સ દ્વારા પ્રકાશિત કરવા બદલ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ રાજ કુંદ્રાની મુસીબતો પછી થવાનું નામ નથી લઈ રહી. આ કેસમાં શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે અભિનેતા આર માધવન (r madhvan) શિલ્પાની તરફેણમાં આવ્યા છે.

રાજ કુંદ્રા 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં છે, તો બીજી તરફ પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) મુશ્કેલીઓ વધી છે. રાજ કુંદ્રા કેસ બાદ શિલ્પા સોશિયલ મીડિયા પર લોકોના ટ્રોલિંગનો પણ સામનો કરી રહી છે. આવી પરિસ્થિતિમાં આ મુશ્કેલ સમયમાં, માધવન (r madhvan) એ શિલ્પાને સાથ આપ્યો છે.

માધવને શું લખ્યું?

અભિનેતા આર માધવન, જેમણે હિન્દીથી સાઉથ સિનેમા સુધી અભિનયમાં પોતાની યોગ્યતા સાબિત કરી છે, તે પણ શિલ્પાના સમર્થનમાં બહાર આવ્યા છે. અભિનેતા માધવને શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે, તમે સ્ટ્રોંગ છો. તમે આ મુશ્કેલીઓમાંથી પણ બહાર આવી જશો. અમારી પ્રાર્થના તમારી સાથે છે અને તમારા પરિવાર સાથે છે.

R Madhavan's comment on Shilpa Shetty's Post

R Madhavan’s comment on Shilpa Shetty’s Post

માધવનની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જ્યાં કેટલાક યુઝર્સ માધવનની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ટ્રોલ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શિલ્પાએ એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટ દ્વારા તેણે લોકોને તેની ગોપનીયતાનું ધ્યાન રાખવા કહ્યું હતું. પોસ્ટમાં તેણીએ મુંબઈ પોલીસની તપાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તે તપાસમાં તેમની સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે.

હવે ઘણા બોલીવૂડ સેલેબ્સ શિલ્પા શેટ્ટીની તરફેણમાં આવ્યા છે. રિચા ચઢ્ઢા, હંસલ મહેતા જેવા સેલેબ્સ પહેલેથી જ અભિનેત્રીની તરફેણમાં આવ્યા છે. આ યાદીમાં વધુ નામો જોડાઈ રહ્યા છે. અને શિલ્પાની તાજેતરની પોસ્ટ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસને રાજ કુંદ્રા સામે ઘણા પુરાવા મળ્યા છે. તે જ સમયે, અત્યાર સુધી શિલ્પા શેટ્ટીને આ મામલે કોઈ પણ પ્રકારની ક્લીન ચિટ મળી નથી.

આ પણ વાંચો: રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પુત્ર વિયાન સાથે જોવા મળી Shilpa Shetty, વાયરલ થયા ફોટોઝ

આ પણ વાંચો: Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી

g clip-path="url(#clip0_868_265)">