Gujarati NewsEntertainmentPulwama attack have radio channel pakistani gayko na geet pan vagadi shkshe nahi
રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની FM ચેનલોને કહ્યું કે તે પાકિસ્તાની કલાકારોના ગીત ના વગાડે. રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાંન્ડોને પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં બનતા કપડાં ના વેચે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહાસચિવ શાલિની ઠાકરેએ કહ્યું કે આતંકવાદી હુમલાને લઈને પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. જો FM […]
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની FM ચેનલોને કહ્યું કે તે પાકિસ્તાની કલાકારોના ગીત ના વગાડે.
રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાંન્ડોને પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં બનતા કપડાં ના વેચે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહાસચિવ શાલિની ઠાકરેએ કહ્યું કે આતંકવાદી હુમલાને લઈને પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. જો FM ચેનલો પાકિસ્તાની કલાકારોનું સંગીત નહી રોકે તો તેમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
Yoga Day : કસરત કરવાની નથી ગમતી ? બેઠા-બેઠા કરો આ યોગ મુદ્રાઓ
આજનું રાશિફળ તારીખ : 21-06-2025
યોગ કરતા પહેલા અને પછી આ વસ્તુઓ ખાઓ, થશે બેવડો ફાયદો
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા અખિલ ચિત્રેએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોને લખ્યું છે કે અને તેમને કહ્યું છે કે અમે પાકિસ્તાનમાં બનેલ કપડા ખરીદવાની જરૂર નથી. મેં ઘણી બ્રાન્ડોને ઈ-મેલ મોકલ્યો છે અને તેમને રોકવા માટે કહ્યું છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શનિવારે સંગીત કંપનીઓને કહ્યું કે તે પાકિસ્તાની ગાયકોની સાથે કામ ન કરે. ભૂષણ કુમારની ટી સીરીઝે પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમના ગીતો યુટયુબ પરથી હટાવ્યા હતા. ઉરીમાં 2016માં થયેલ આતંકી હુમલા પછી મનસેએ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોને દેશ છોડવાનું કહ્યું હતું.