પ્રિયંકા ચોપડાના EX બોયફ્રેન્ડના લગ્નની તારીખ આવી સામે, મંગેતર સાથે આ દિવસે લેશે 7 ફેરા
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની તારીખ સામે આવ્યા બાદ લવ સ્ટોરી 2050ના એક્ટર, લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલા અને પ્રિયંકા ચોપરાના (PRIYANKA CHOPRA) એકસ બોયફ્રેન્ડ હરમન બાવેજાના (HARMAN BAWEJA) પણ લગ્નની શરણાઈ ગુંજી ઉઠશે.
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની તારીખ સામે આવ્યા બાદ લવ સ્ટોરી 2050ના એક્ટર, લાંબા સમયથી ફિલ્મોથી દૂર અને પ્રિયંકા ચોપરાના(PRIYANKA CHOPRA) એકસ બોયફ્રેન્ડ હરમન બાવેજાના(HARMAN BAWEJA) પણ લગ્નની શરણાઈ ગુંજી ઉઠશે.
ફિલ્મ અભિનેતા હરમન બાવેજા 21 માર્ચ 2021 ના રોજ મંગેતર સાશા રામચંદાની(SASHA RAMCHANDANI) સાથે લગ્ન કરશે. આ બંનેની સગાઈ ડિસેમ્બર 2020 માં થઈ હતી. બંનેના લગ્ન કોલકાતામાં(KOLKATA) થશે. જોકે અભિનેતાએ હજી તેની પુષ્ટિ કરી નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે આ દંપતી ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.
ડિસેમ્બર 2020 માં આ બંનેની સગાઈ થઈ હતી.હરમન બાવેજાની બહેને તેમની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સમાચાર મુજબ હરમનના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એક ખાનગી સમારોહ છે. તેને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવશે. આ લગ્નમાં ફક્ત 50 થી 70 લોકો હાજરી આપશે અને ટૂંક સમયમાં જ આ લિસ્ટને ફાઇનલ કરી આપવામાં આવશે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મુંબઇમાં કોઈ રીસેપ્સન નહિ યોજવામાં આવે.
જણાવી દઈએ કે, અભિનેતા 40 વર્ષની વયે લગ્ન કરી રહ્યો છે. આ પહેલા અભિનેતાએ 2008 માં અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથેની ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’ થી કરિયરની શરૂઆત કરી હતી. તે સમયએ પ્રિયંકા અને હરમનના અફેરની ચર્ચા જોર પકડયું હતું. આ સમયે હરમન બાવેજા લુકના મામલે અભિનેતા રિતિક રોશન સાથે હરીફાઈ કરતો જોવા મળે છે. જો કે તેની ફિલ્મી કારકીર્દિ સારી રહી ન હતી અને થોડીક ફિલ્મો બાદ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અભિનેતા તરીકે બહાર થઈ ગયો હતો.
હરમન બાવેજાએ અભિનય છોડી દીધો છે અને ઈંડિયન પોકર લીગમાં રોકાણ કર્યું છે આ સિવાય તેણે એક પોકર ટીમ પણ ખરીદી લીધી છે હરમન બાવેજા વિકટ્રી,વ્હોટ યોર રાશી અને ચાર સાહિબજાદે: રાઇઝ ઓફ બંદા બહાદુર સિંઘમાં પણ જોવા મળ્યો હતો. હાલમાં તેણે અભિનય છોડી દીધો છે અને નિર્માતા બનવાની તૈયારીમાં છે. હરમન બાવેજાની માતા પમ્મી બાવેજા પણ નિર્માતા છે. શાશા હેલ્થ અને વેલનેસ એક્સપોર્ટ છે. હરમન બાવેજાના પિતા હેરી બાવેજાએ ત્રિનેત્ર, દિલવાલે, ઇમ્તિહાન, દિલજાલે, દીવાના, કર્ઝ અને ક્યામાત જેવી ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
આ પણ વાંચો: LOVE JIHAD પર NASEERUDDIN SHAHએ વ્યક્ત કરી નારાજગી, લગ્ન બાદ માતાએ પૂછ્યું, શું બદલીશ પત્નીનો ધર્મ ?