હેરાફેરી, હંગામા જેવી ફિલ્મોના ડિરેક્ટર પ્રિયદર્શને કેમ કહ્યું- શાહરૂખ, સલમાન, અક્ષયનો સમય પૂરો થઈ રહ્યો છે?

પ્રિયદર્શને અત્યાર સુધીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમણે સુપરસ્ટાર વિશે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

હેરાફેરી, હંગામા જેવી ફિલ્મોના ડિરેક્ટર પ્રિયદર્શને કેમ કહ્યું- શાહરૂખ, સલમાન, અક્ષયનો સમય પૂરો થઈ રહ્યો છે?
Priyadarshan said - Shahrukh, Salman, Akshay say thank you to God, now their time is running out
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 23, 2021 | 9:20 PM

જેણે વર્ષોથી લોકોને હસાવ્યા છે તે પ્રિયદર્શનને (Priyadarshan) કોણ નહીં ઓળખતું હોય. પ્રિયદર્શન તેમનો જાદુ ચલાવવા ફરી આવી ગયા છે. જી હા હંગામા 2 (Hungama 2) આજે જ એટલે કે 23 જુલાઈ રિલીઝ થઇ ચૂકી છે.; ત્યારે અહેવાલો અનુસાર પ્રિયદર્શને કહ્યું છે કે સુપરસ્ટાર્સને સારી વાર્તાઓ ધીરે ધીરે રિપ્લેસ કરી દેશે. તેમણે કહ્યું કે હવે સુપરસ્ટાર્સથી વધુ વેલ્યુ કન્ટેન્ટની થશે.

તમને જણાવી દઈએ કે પ્રિયદર્શને અત્યાર સુધીમાં સલમાન ખાન (Salman Khan) સાથે ‘ક્યૂંકી’, શાહરૂખ ખાન (Shaharukh Khan) સાથે ‘બિલુ’, અક્ષય કુમાર (Akshay Kumar) સાથે ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’ અને ‘ભૂલા ભુલૈયા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

અનેક શૈલીઓ અને ભાષાઓમાં વિવિધ પ્રકારની ફિલ્મો બનાવી ચુકેલા પ્રિયદર્શનએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે પ્રેક્ષકો તે ફિલ્મોને નકારી કાઢે છે જે વિશ્વસનીય નથી લાગતી. તેમણે કહ્યું, “ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે. મને લાગે છે કે સુપરસ્ટાર્સનો આ છેલ્લો તબક્કો છે. આજે શાહરૂખ, સલમાન, અક્ષય જે પણ તેની મજા લઇ રહ્યા છે, તેઓએ ભગવાનનો આભાર માનવો જોઈએ. આવતી કાલે સુપરસ્ટાર કોઈ હીરો નહીં પરંતુ કન્ટેન્ટ હશે.

ફિલ્મ નિર્માતાએ વધુમાં કહ્યું કે, ‘હવે ફિલ્મો વધુ વાસ્તવિક આવી રહી છે. જે પરિસ્થિતિ તમે સ્વીકારી શકતા નથી, તે બતાવી પણ શકતા નથી. તે કોમેડી હોય કે પછી ભલે ગંભીર ફિલ્મ. મને નથી લાગતું કે જો ફિલ્મ નક્કર હોય તો નિષ્ફળ થઈ શકે છે.”

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં અનેક સુપરહીટ કોમેડી ફિલ્મો આપનાર પ્રિયદર્શનની કારકિર્દીની શરૂઆત 1980 માં મલયાલમ ફિલ્મોથી થઇ હતી. ત્યાર બાદ તેમણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં નામ બનાવ્યું. મણે હિન્દી ફિલ્મોમો ‘મુસ્કુરાહટ’, ‘ગર્દિસ’ અને ‘વિરાસત’ જેવી ફિલ્મો આપી હતી, પરંતુ તેમની ઓળખ 2000 ની કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ થી વધી. હવે લાંબા સમય પછી તેમની ફિલ્મ ‘હંગામા 2’ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો તેને આજથી એટલે કે 23 જુલાઈથી ડિઝની + હોટસ્ટાર પર જોઈ શકે છે.

આ પણ વાંચો: ‘ચુરા કે દિલ મેરા’ ગીત પર આ બાળકીએ કર્યો એવો ડાન્સ કે લોકો બોલી ઉઠ્યા ‘છોટી શિલ્પા’: જુઓ Viral Video

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati