ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી ફરીથી ચમકશે બોલિવૂડમાં, હંસલ મહેતા સાથે શરુ કર્યું આ ફિલ્મનું શૂટિંગ

"સ્કેમ 1992" વેબ સિરીઝ પછી, પ્રતિક ગાંધી અને હંસલ મહેતા ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે આ જોડી એકસાથે એક ફિલ્મ બનાવવા જઈ રહી છે જેનું નામ છે "દેઢ બીઘા જમીન" (Dedh Bigha Zameen).

ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી ફરીથી ચમકશે બોલિવૂડમાં, હંસલ મહેતા સાથે શરુ કર્યું આ ફિલ્મનું શૂટિંગ
Pratik Gandhi and Hansal Mehta is working together in the film 'Dedh Bigha Zameen'
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 19, 2021 | 9:37 AM

ઉત્તર પ્રદેશ આ દિવસોમાં ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓની પ્રથમ પસંદગી બની ગયું છે. જ્યાં તમામ ફિલ્મ નિર્માતાઓ સતત ઉત્તર પ્રદેશ જઈને શૂટિંગ કરવાનું પસંદ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ વહીવટીતંત્રે પણ આ કામમાં મોટી ભૂમિકા ભજવી છે. જ્યાં દરેકને ત્યાં તરત જ શૂટિંગ કરવાની પરવાનગી મળી રહી છે. આવી સ્થિતિમાં વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ ના નિર્દેશક હંસલ મહેતાએ (Hansal Mehta) પણ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં શરૂ કરી દીધું છે.

હા, ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં આપણે પ્રતિક ગાંધીને (Pratik Gandhi) ફરી એકવાર તેમની સાથે જોવા જઈ રહ્યા છીએ. એવા સમાચાર છે કે આ વખતે હંસલ પોતાની નવી ફિલ્મનું શૂટિંગ ઝાંસીમાં કરવા જઈ રહ્યા છે, જેનું બુધવારથી શરુ થઈ ગયું છે. હંસલ મહેતાની આ નવી ફિલ્મનું નામ છે “દેઢ બીઘા ઝમીન” (Dedh Bigha Zameen). આ ફિલ્મની જાહેરાત બાદ પ્રતિક ગાંધીના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ગુજરાતી ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે. ઘણા ગુજરાતી ફિલ્મો થાકી પ્રતિક હવે લોકોના દિલમાં રાજ કરે છે. જ્યાં આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સામાન્ય માણસના અધિકારો માટેની લડાઈની વાર્તા જોવા મળશે.

https://twitter.com/mehtahansal/status/1427849454812418049

ફિલ્મની ટીમ ઝાંસી પહોંચી

આ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મની ટીમ ઝાંસી પહોંચી છે. જ્યાં પુલકિત આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. હંસલે કહ્યું છે કે તે આ ફિલ્મમાં કોઈપણ પ્રકારની મદદ માટે પુલકિત સાથે હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, પુલકિત અગાઉ પ્રખ્યાત વેબ સિરીઝ ‘બોસ: ડેડ ઓર અલાઈવ’ નું નિર્દેશન કરી ચૂક્યા છે. બીજી બાજુ, જો આપણે આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં આપણે પ્રતીક સાથે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમારને જોશું, થોડા દિવસો પહેલા ખુશાલીએ આર માધવન અને અપારશક્તિ ખુરાના સાથેની ફિલ્મ પૂર્ણ કરી છે. જેના કારણે તે પોતાના નવા પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

બીજી બાજુ, જો આપણે ઉત્તર પ્રદેશમાં વધતી શૂટિંગ સંસ્કૃતિની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા સ્ટાર્સે લખનૌ અને નજીકના શહેરોમાં તેમની ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘રાત અકેલી હૈ’ સહિત ઘણી મોટી પ્રોડક્શન ફિલ્મો સામેલ છે. તે જ સમયે, જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે 2” નું શૂટિંગ પણ તાજેતરમાં લખનઉમાં પૂર્ણ થયું છે. જ્યાં આ દિવસોમાં વેબ સીરીઝ ભોકાલ 2 નું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: શું નીરજ ચોપરા અભિનય ક્ષેત્રમાં કરશે એન્ટ્રી? જાણો શું આપ્યો દેશના આ સ્ટારે જવાબ

આ પણ વાંચો: શું વિકી કૌશલ અને કેટરીના કૈફે સાચે કરી લીધી સગાઈ? અભિનેત્રીની ટીમે કર્યો ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati