Covid Positive : આ એક્ટ્રેસ થઇ કોરોનાથી સંક્રમિત, વેક્સિન ના લગાવવા પાછળનું કારણ જણાવ્યું

બોલીવુડ એક્ટ્રેસ પૂજા બેદી કોરોનાથી સંક્રમિત થઇ છે. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને આ વિષે જાણકારી આપી છે.

Covid Positive : આ એક્ટ્રેસ થઇ કોરોનાથી સંક્રમિત, વેક્સિન ના લગાવવા પાછળનું કારણ જણાવ્યું
Pooja Bedi corona positive
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 9:48 AM

કોરોના (Corona) મહામારીની ઝપેટમાં ઘણા સેલેબ્સ આવ્યા છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનથી લઈને આમિર ખાન સુધી ઘણા સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હતા. આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનું નામ જોડાઈ ગયું છે. પૂજા બેદી (Pooja bedi ) કોરોના સંક્રમિત થઇ છે. આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.

પૂજા દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કર્યો છે.જેમાં તે ફેન્સ અને શુભચિંતકો માહિતી આપે છે. પૂજાએ કહ્યું હતું કે એલર્જી અને ખાંસી હતી. આ બાદ તેને તાવ આવી ગયો હતો. તાવ આવ્યા બાદ પૂજાએ ફરી ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પૂજાએ જે વિડીયો બનાવવામાં આવ્યો છે તેમાં તેને મંગેતર અને હાઉસ હેલ્પ પણ કોરોનાની ઝપેટે આવ્યા છે તેની જાણ કરી હતી. છેલ્લે તેને ફેન્સની સલામત રહેવા માટે કહ્યું હતું.

પૂજાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, કોરોનાથી જલ્દીથી ઠીક થવા માટે હેલ્થી વસ્તુનું સેવન કરી રહી છે. તે શેરડીનો રસ, ઉકાળો, તાજા ફ્રૂટ, મીઠુંના પાણીના કોગળા અને સ્ટીમ લઇ રહી છે.

આ વીડિયો શેર કરતી વખતે પૂજાએ લખ્યું કોવિડ પોઝિટિવ. આખરે હું આ વાયરસથી ઝપેટે આવી જ ગઈ. મેં રસી ન લેવાનું નક્કી કર્યું કારણ કે તે મારો અંગત નિર્ણય છે કે હું મારી નેચરલ ઇમ્યુનીટી અને વૈકલ્પિક ઉપચારથી ખુદને ઠીક થવા માટે મંજૂરી આપવા માંગુ છું. તમને જે યોગ્ય લાગે તે તમે કરો. સાવચેત રહો, ગભરાશો નહીં.

ઘણા સેલેબ્સે પૂજા બેદીની પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. એક ફેન્સે લખ્યું કે, જલ્દી સ્વસ્થ થાઓ, જ્યારે બીજા ફેન્સે લખ્યું કે,  તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. નફીઝા અલીએ કમેન્ટ કરતા કહ્યું કે, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે હું તને પ્રેમ કરું છું, તને ઘણાં આશીર્વાદ અને હિંમત મળે. એક સપ્તાહ પછી તમે ટેસ્ટ કરાવજો.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા, પૂજાએ કોરોનાની રસી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણે ટ્વીટ કરીને તેના પ્રશ્નો પૂછ્યા હતા.

આ પણ વાંચો : Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, 26 ઓક્ટોબરે મહત્વની બેઠક કરશે WHO

આ પણ વાંચો : ‘આતંકવાદીઓએ પાકિસ્તાની કમાન્ડો પાસેથી લીધી તાલીમ’, 8 દિવસમાં 9 જવાન શહીદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">