Mahatma Phule Biopic First Look : કોણ હતા મહાત્મા ફુલે, જેની બાયોપિકમાં પ્રતિક ગાંધી અને પત્રલેખા જોવા મળશે

Phule : ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર (Phule Firt Look Poster) સામે આવ્યું છે જેમાં પ્રતીક ગાંધી 'મહાત્મા ફૂલે' અને પત્રલેખા 'સાવિત્રીબાઈ ફૂલે'ના રૂપમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં પ્રતીક ગાંધી દાઢી મૂછ સાથે લાલ પાધડી બાંધેલ જોવા મળે છે.

Mahatma Phule Biopic First Look : કોણ હતા મહાત્મા ફુલે, જેની બાયોપિકમાં પ્રતિક ગાંધી અને પત્રલેખા જોવા મળશે
Phule ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર (Phule Firt Look Poster)સામે આવ્યુંImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 3:04 PM

Mahatma Phule Biopic First Look : અભિનેતા પ્રતીક ગાંધી અને પત્રલેખા ટૂંક સમયમાં ફિલ્મ ‘ફૂલે’ (Phule)માં જોવા મળશે. મહાત્મા ફુલેના નામથી પ્રખ્યાત જ્યોતિરાવ ફુલેના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર સામે આવ્યું છે જેમાં પ્રતીક ગાંધી ‘મહાત્મા ફૂલે’( Mahatma Phule ) અને પત્રલેખા ‘સાવિત્રીબાઈ ફૂલે’ ( Savitribai Phule) તરીકે જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં પ્રતિક ગાંધીએ દાઢી મૂછ સાથે લાલ પાધડી પહેરી છે. જ્યારે પત્રલેખા કોલ્હાપુરી સાડી પહેરેલી જોવા મળી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મને લઈને એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે માહિતી આપી છે કે, મહાત્મા ફુલે પર બાયોપિક બનવા જઈ રહી છે.

પ્રતીક ગાંધીની ફિલ્મની જાહેરાત

તરણ આદર્શે ટ્વિટ કરીને કહ્યું- ‘તેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. પ્રતિક ગાંધી અને પત્રલેખા સિંહ આ ફિલ્મના મુખ્ય કલાકારો હશે. આજે મહાત્મા ફુલેસની 195મી જયંતિ (Mahatma Phules 195th Birth Anniversary ).આ ખાસ અવસર પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મમાં પત્રલેખા મહાત્મા ફુલેની પત્નીની ભૂમિકા ભજવશે. પ્રતિક મહાત્મા ફુલેના રોલમાં જોવા મળશે.

મહાત્મા ફુલે કોણ હતા

ભારતીય ઈતિહાસના મહાન સમાજ સુધારકોમાંના એક જ્યોતિરાવ ફૂલેનું નામ પણ લેવામાં આવે છે. જ્યોતિરાવ ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેએ તે સમયે સમાજ માટે ઘણું કર્યું હતું. ફુલે અને તેમની પત્ની દલિતો અને મહિલાઓ માટે વરદાન સાબિત થયા હતા. આ ફિલ્મમાં ફૂલે અને તેની સાથે સંકળાયેલા સામાજિક કાર્યોને વિગતવાર દર્શાવવામાં આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જ્યોતિરાવ ફુલે મહારાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર હતા. પુણેમાં જન્મેલા ફૂલેએ જાતિવાદ, અસ્પૃશ્યતા સામે અવાજ ઉઠાવ્યો અને મહિલા શિક્ષણ પર ભાર મૂક્યો. તેમની સામે કઠિન પડકારો હતા, તેમ છતાં તેમણે સમાજ માટે ઘણું કામ કર્યું હતું. ફુલે અને તેમની પત્ની સાવિત્રીરાવ ફુલેએ 1848માં કન્યા શિક્ષણ માટે પ્રથમ શાળા ખોલી હતી. છોકરીઓને ભણાવવાની વાત આવી ત્યારે આ કપલને સમાજના ટોણા સાંભળવા પડતા હતા. તેમનો ઘણો વિરોધ પણ થયો હતો. આ ફિલ્મ પહેલા વર્ષ 1954માં પણ ‘મહાત્મા ફુલે’ નામની ફિલ્મ બની ચૂકી છે. તમને જણાવી દઈએ કે, પત્રલેખા અને પ્રતીક અભિનીત આ ફિલ્મ હવે આવતા વર્ષે 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

g clip-path="url(#clip0_868_265)">