Oscars Awards 2022: 94માં એકેડેમી એવોર્ડ્સ, જાણો ભારતમાં તમે ક્યારે અને ક્યાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો

કોરોના વાયરસ રોગચાળાને કારણે વર્ચ્યુઅલ રીતે ગયા વર્ષે યોજાયેલો 'ઓસ્કાર એવોર્ડ (Oscar Awards) શો' આ વર્ષે લોસ એન્જલસમાં યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે ભારત તરફથી એક ડોક્યુમેન્ટરી પણ નોમિનેટ કરવામાં આવી છે.

Oscars Awards 2022: 94માં એકેડેમી એવોર્ડ્સ, જાણો ભારતમાં તમે ક્યારે અને ક્યાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો
94મા એકેડેમી એવોર્ડ્સ જાણો ભારતમાં તમે ક્યારે અને ક્યાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છોImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 3:56 PM

Oscars Awards 2022: 27 માર્ચે લોસ એન્જલસમાં યોજાનાર ‘ઓસ્કર એવોર્ડ્સ’ (Oscars 2022)ને લઈને સમગ્ર વિશ્વનો મનોરંજન ઉદ્યોગ ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે મનોરંજન જગત માટે તે સૌથી મોટી ઉજવણીની રાત હશે. ઓસ્કાર એવોર્ડ્સ એટલે કે 94મો એકેડેમી એવોર્ડ (94th Academy Awards) યુએસએના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાવા જઈ રહ્યો છે. આ એવોર્ડ શો માટે પ્રખ્યાત હોલીવુડ કલાકારો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film industry)ની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રેડ કાર્પેટ પર તેમના મનપસંદ કલાકારો કયા ડિઝાઈનર પોશાક પહેરશે તે જોવા માટે ભારતીય ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે તો ચાલો આપણે ભારતમાં આ એકેડેમી એવોર્ડ્સ લાઈવ સ્ટ્રીમ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકીએ તેના પર એક નજર કરીએ.

તમે આ શો ટીવી અને ઓનલાઈન જોઈ શકો છો

ઓસ્કાર એવોર્ડ્સ એટલે કે 94મો એકેડેમી એવોર્ડ 27 માર્ચના રોજ રાત્રે લોસ એન્જલસમાં શરૂ થવા જઈ રહ્યો છે, સોમવાર 28 માર્ચે ભારતમાં તેનું ટેલિકાસ્ટ જોઈ શકાશે. તે યુએસમાં 27 માર્ચે રાત્રે 8 વાગ્યે ET (વેબસાઈટ) અને સાંજે 5 વાગ્યે PT (વેબસાઈટ) પર લાઈવ થશે, પરંતુ ભારતમાં આપણે 28 માર્ચે સવારે 5.30 વાગ્યે એકેડેમી એવોર્ડ્સ જોઈ શકીશું. આ શો વેબસાઈટ તેમજ ટીવી ચેનલો પર જોઈ શકાય છે. આ શો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ પર સવારે 6.30 વાગ્યે પ્રસારિત થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ 3 સેલિબ્રિટી ઓસ્કાર હોસ્ટ હશે

લગભગ 3 વર્ષ બાદ એકેડેમી એવોર્ડ્સ ‘ઓન ગ્રાઉન્ડ’ યોજાઈ રહ્યા છે. અગાઉ આ એવોર્ડ શોનું આયોજન કોરોના મહામારીને કારણે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે આ વખતે ત્રણ સેલિબ્રિટી આ શોને હોસ્ટ કરતી જોવા મળશે. હાસ્ય કલાકારો એમી શૂમરની સાથે, રેજિના હોલ અને વાન્ડા સાયક્સ ​​પણ 94મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવાના છે. એલેન આ શોને ઘણી વખત હોસ્ટ પણ કરી ચૂકી છે.

ભારતની એક ડોક્યુમેન્ટ્રીને પણ ઓસ્કાર નોમિનેશન મળ્યું છે

આ વર્ષે ઓસ્કાર 2022માં ભારતમાંથી માત્ર એક ડોક્યુમેન્ટરી નોમિનેટ થઈ છે. દિલ્હીના બે ફિલ્મમેકર્સ – રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે આ ડોક્યુમેન્ટરી બનાવી છે. તેમની ડોક્યુમેન્ટ્રીનું નામ ‘રાઈટીંગ વિથ ફાયર’ (Writing With Fire) છે.

આ પણ વાંચો : Delhi: PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા CM ભગવંત માન, પંજાબને લગતા અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">