Oscar 2022: દુનિયાના બે એવા લોકો જેમને ઓસ્કાર અને નોબેલ પુરસ્કાર બંને મળ્યા, જાણો આ બંને વ્યક્તિને
Oscars 2022: ઓસ્કર એવોર્ડ અને નોબેલ પુરસ્કાર મેળવવાનો રેકોર્ડ વિશ્વમાં માત્ર બે જ લોકોના નામે છે. તેમના નામ છે જ્યોર્જ બર્નાર્ડ શો અને બોબ ડિલન. કોણ છે જ્યોર્જ બર્નાર્ડ શો અને બોબ ડિલન, ક્યારે અને શા માટે આપવામાં આવ્યા હતા આ એવોર્ડ, જાણો આ સવાલોના જવાબ...
દુનિયાભરમાં ફરી એકવાર ઓસ્કાર એવોર્ડ 2022ની (Oscar Award 2022) ચર્ચા શરૂ થઈ ગઈ છે. 94મો એકેડેમી એવોર્ડ સમારોહ (Academy Award Ceremony) રવિવારથી શરૂ થશે. એવોર્ડ સમારોહ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. પરંતુ સોમવારે સવારે 5.30 વાગ્યાથી ભારતમાં નિહાળવામાં આવશે. સમારોહમાં ફરીથી નવા રેકોર્ડ બનશે, પરંતુ એક એવો રેકોર્ડ પણ છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઓસ્કાર એવોર્ડ અને નોબેલ પુરસ્કાર મેળવવાનો રેકોર્ડ વિશ્વમાં માત્ર બે જ લોકોના નામે છે. તેમના નામ છે જ્યોર્જ બર્નાર્ડ શો (George Bernard Shaw) અને બોબ ડિલન(Bob Dylan).
કોણ છે જ્યોર્જ બર્નાર્ડ શો અને બોબ ડિલન, ક્યારે અને શા માટે આપવામાં આવ્યા હતા આ એવોર્ડ, જાણો આ સવાલોના જવાબ…
ઓસ્કર અને નોબેલ પ્રાઈઝ શા માટે આપવામાં આવે છે, ચાલો પહેલા તેને સમજીએ?
વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર નોબેલ છે. તે સાહિત્ય, શાંતિ, અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા ક્ષેત્રે વિશેષ, ઉત્તમ અને નોંધપાત્ર કાર્ય કરવા બદલ આપવામાં આવે છે. સિનેમા ક્ષેત્રે અસાધારણ કાર્ય કરવા બદલ ઓસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. તે સિનેમા સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. જેમ કે- અભિનય, ગાયન, લેખન અને દિગ્દર્શન.
જ્યોર્જ બર્નાર્ડ શો અને બોબ ડિલને તેમના જીવનમાં એવા અસાધારણ કાર્યો કર્યા, જેના કારણે તેમને ઓસ્કાર અને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
જ્યોર્જ બર્નાર્ડ શો
પ્રથમ વાત જ્યોર્જ બર્નાર્ડ શોની
સૌથી પહેલા વાત કરીએ જ્યોર્જ બર્નાર્ડ શૉની. કારણ કે તેમને આ બંને સન્માન અગાઉ પણ મળ્યા હતા. 26 જુલાઈ 1856ના રોજ ડબલિન, આયર્લેન્ડમાં જન્મેલા જ્યોર્જ બર્નાર્ડ શૉ એક વિવેચક, રાજકીય કાર્યકર તેમજ નાટક લેખક હતા. તેણે ફિલ્મો માટે ઘણું લખ્યું છે. 1925માં તેમને સાહિત્યના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન માટે નોબેલ પુરસ્કાર મળ્યો.
1939માં નોબેલ પુરસ્કાર મળ્યાના બરાબર 13 વર્ષ પછી ફિલ્મ ‘પિગ્મેલિયન’નો સ્ક્રીન પ્લે લખવા માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો. આ પોતાનામાં એક મોટો રેકોર્ડ હતો. જે દાયકાઓ સુધી યથાવત્ છે. પરંતુ 2016માં અમેરિકાના બોબ ડિલને આવો જ રેકોર્ડ બનાવ્યો હતો.
બોબ ડિલન
બોબ ડિલને 2016માં પણ એક રેકોર્ડ બનાવ્યો હતો
1941માં અમેરિકામાં જન્મેલા બોબ ડિલન વ્યવસાયે ગીતકાર, લેખક અને ગાયક છે. બોબ 60ના દાયકામાં લાઈમલાઈટમાં આવ્યા હતા. તે સમયગાળો હતો, જ્યારે અમેરિકામાં ક્રોસ કલ્ચરલ ચળવળ ચાલી રહી હતી. બોબ એ જમાનાની પેઢીનો અવાજ બની ગયો હતો. 1965માં આવેલા બોબના ગીત ‘લાઈક અ રોલિંગ સ્ટોન’એ લોકો પર એવી અસર છોડી કે અમેરિકામાં બોબની ઈમેજ લોકગાયક તરીકે બની ગઈ. સમય જતાં તેમની લોકપ્રિયતામાં વધારો થયો.
વર્ષ 2000માં ફિલ્મ ‘વન્ડર બોયઝ’નું ગીત ‘થિંગ્સ હેવ ચેન્જ્ડ’ ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં પસંદ થયું હતું અને તેને એવોર્ડ મળ્યો હતો. તે જ સમયે, 2016માં તેમને સાહિત્યના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Oscars Awards 2022: 94માં એકેડેમી એવોર્ડ્સ, જાણો ભારતમાં તમે ક્યારે અને ક્યાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો
આ પણ વાંચો: 94th Academy Awards : આ ફિલ્મોએ જીત્યા છે સૌથી વધુ Oscars Awards