AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif and Vicky Kaushal Wedding: લગ્ન માટે 125 VIP આવશે, 5 સ્ટાર હોટેલ તાજ અને ઓબેરોય બુક, 40 લક્ઝરી કારની ડિમાંડ

અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને આવતા મહિને લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના માટે સવાઈ માધોપુર સ્થિત 5 સ્ટાર હોટલ તાજ અને ધ ઓબેરોય પણ મહેમાનો માટે બુક કરવામાં આવી છે.

Katrina Kaif and Vicky Kaushal Wedding: લગ્ન માટે 125 VIP આવશે, 5 સ્ટાર હોટેલ તાજ અને ઓબેરોય બુક, 40 લક્ઝરી કારની ડિમાંડ
કેટરીના કૈફ અને વિકી કૌશલ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 10:32 AM
Share

Katrina Kaif and Vicky Kaushal Wedding: બોલિવૂડ સ્ટાર્સ કેટરીના કૈફ(Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) હાલના દિવસોમાં તેમના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો વિકી કૌશલ આવતા મહિને કેટરિના કૈફ (Katrina Kaif) સાથે લગ્ન કરવાના છે. જ્યાં હોટેલ સિક્સ સેન્સ બરવાડા ફોર્ટ ખાતે યોજાનાર લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ચૌથ માતા ટ્રસ્ટ અને હોટેલ શિવપ્રિયા પેલેસ (Hotel Shivapriya Palace)માં 42 રૂમ બુક કર્યા પછી, હવે સવાઈ માધોપુર રણથંભોર રોડ પર સ્થિત 5 સ્ટાર હોટલ તાજ અને ધ ઓબેરોય (the oberoi hotel) પણ મહેમાનો માટે બુક કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 125 બોલિવૂડ સેલિબ્રિટી (Bollywood celebrities) આ હોટલોમાં રોકાઈ શકે છે. આ સાથે જ આ તમામ મહેમાનોને એરપોર્ટ પર લાવવા-લઈ જવા માટે ટ્રાવેલ કંપની (Travel company) પાસેથી લગભગ 40 લક્ઝરી ગાડીઓની ડિમાંડ કરવામાં આવી છે. જેમાં ઓડી, રેન્જ રોવર સહિત ઘણી વેનિટી વાન સામેલ છે.

હોટેલ રીજેન્ટા વન્ય મહેલના મેનેજરે કહ્યું કે, જંગલ સફારી બુક કરવા માટે ઈવેન્ટ ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, તેની ડીલ આગામી 1 કે 2 દિવસમાં ફાઈનલ થઈ જશે. આવી સ્થિતિમાં ઈવેન્ટ કંપનીઓ બજેટને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે. તે જ સમયે, રણથંભોરમાં ઓછા બજેટની હોટેલો ટાઇગર સફારી અને લગ્નની સીઝનને કારણે પહેલેથી જ બુક થઈ ગઈ છે. હાલમાં, ઇવેન્ટ કંપનીઓ દ્વારા વધુ હોટલોની શોધ કરવામાં આવી રહી છે.

લગ્ન દરમિયાન ટ્રિપલ લેયરમાં સુરક્ષા રહેશે

હોટેલ રીજેન્સી અને સવાઈ વિલાસ માટે ઇવેન્ટ કંપનીઓ તરફથી વાતચીત ચાલી રહી છે. આ સાથે જ હોટલ રીજેન્સીના 60 રૂમ બુક કરાવવાની વાત પણ સામે આવી છે.

વિકી-કેટરિનાના મેનેજર અને ઇવેન્ટ કંપનીઓ ટૂંક સમયમાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને લગ્ન સંબંધિત કેટરિંગ, સિક્યોરિટી વચ્ચે મીટિંગ કરવા જઈ રહી છે. આ દરમિયાન તમામ ખાસ મહેમાનો માટે ટ્રિપલ લેયર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં પહેલા લેયરમાં રાજસ્થાન પોલીસના જવાનો, બીજા લેયરમાં સિક્સ સેન્સ કંપનીની સુરક્ષા અને ત્રીજા લેયરમાં સેલિબ્રિટીઝના બોડીગાર્ડ અને બાઉન્સર હાજર રહેશે.

આ પણ વાંચો : T20 World Cup: બાળપણ ના બે મિત્રો એક સમયે સાથે ક્રિકેટ રમતા હતા, આજે વિશ્વકપ ટ્રોફી મેળવવા ‘દોસ્તી’ આમને-સામને ટકરાશે

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">