અક્ષય તૃતીયાના અવસર પર કરીના કપૂર બિંદી વગર જોવા મળી, લોકોએ કરી ખુબ જ ટ્રોલ

|

Apr 22, 2022 | 5:46 PM

અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તેની મલબાર ગોલ્ડ જ્વેલરીની જાહેરાતને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી છે. અભિંનેત્રી અક્ષય તૃતીયાના અવસર પર લૉન્ચ કરવામાં આવેલી જાહેરાતમાં બિંદી વગર દેખાઈ છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે.

અક્ષય તૃતીયાના અવસર પર કરીના કપૂર બિંદી વગર જોવા મળી, લોકોએ કરી ખુબ જ ટ્રોલ
Kareena Kapoor (File Photo)

Follow us on

બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ફરી એકવાર ટ્રોલર્સના (Trolling) નિશાના પર આવી છે. આ વખતે અભિનેત્રી એક લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ ‘મલાબાર ગ્રૂપ’ સાથે જોડાયેલી એક જાહેરાતને લઈને વિવાદમાં ફસાઈ ચુકી છે. અક્ષય તૃતીયાના શુભ અવસર પર બહાર પાડવામાં આવેલી આ જાહેરાતમાં અભિનેત્રી કરીના કપૂર ખાનના કપાળમાંથી બિંદી ગાયબ છે. આ જ વાતે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધી છે અને લોકોએ તેણીને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.  યુઝર્સે જ્વેલરી બ્રાન્ડના માલિક એમપી અહેમદ, પર પણ તેમની નારાજગી વ્યક્ત કરી છે અને પ્રશ્ન કર્યો છે કે આ જાહેરાત કઈ શ્રેણીને ટાર્ગેટ કરીને પ્રસારિત કરવામાં આવી છે.

હવે લોકો તેને આ મુદ્દા અંગે ખુબ ટ્રોલ કરી રહ્યા છે. જો કે, અત્યારે #Boycott_MalabarGold હેશટેગ ટ્વિટર પર ટોચ પર છે. લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આ મુદ્દે વ્યક્ત કરી રહ્યા છે અને બ્રાન્ડ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

મલબાર ગ્રૂપની જાહેરાતમાં કરીના કપૂર ખાનને લાલ બિંદી વગર જોઈને ઈન્ટરનેટ લોકો ગુસ્સે થયા હતા. લોકો મલાબાર ગોલ્ડના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. #Boycott_MalabarGold અને #No_Bindi_No_Business હેશટેગ્સથી ટ્વિટર પ્રતિક્રિયાઓથી છલકાઈ ગયું છે. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું કે, ‘કહેવાતા ‘ધ રિસ્પોન્સિબલ જ્વેલર’ એ અક્ષય તૃતીયાના અવસર પર બિંદી વગર કરીના કપૂરની એડ રિલીઝ કરી છે. શું તેઓ હિંદુ સંસ્કૃતિની પરવા કરે છે?

આ સાથે બીજા યુઝરે લખ્યું છે કે બિંદી નહીં તો બિઝનેસ નહીં. હું મલાબાર ગોલ્ડના બહિષ્કારની માંગ કરું છું. હવે કરીના કપૂર ખાન જલ્દી જ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ સિવાય તેણી નેટફ્લિક્સ પર સુજોય ઘોષની અપકમિંગ ફિલ્મમાં પણ જોવા મળશે.

 

આ પણ વાંચો – શું રિલેશનશિપમાં છે અમિતાભની દોહિત્રી ? આ કારણે નવ્યા નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીના ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article